GUJARATKUTCHMUNDRA

રતાડીયામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.6 એપ્રિલ : આજે મયાર્દા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે રામનવમીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે મુન્દ્રા તાલુકાના રતાડીયાના સદગુરુ કુટિરમાં નવનિર્મિત રામમંદિરમાં પ્રથમ વખત જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં રામ જન્મોત્સવ પ્રસંગે રામ ધુન, રાસ, ભજન-કીર્તન સહીત બપોરે રામ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ. ત્યારબાદ પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એવું રતાડીયા સદગુરુ કુટિરના ભગવતી દેવીશ્રી મૃદુલા માતાજીએ એક યાદીમાં જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!