ફિચ રેટિંગ્સે અદાણી પોર્ટ્સના NQXT સંપાદનને વૈશ્વિક વૈવિધ્યકરણ માટે સકારાત્મક ગણાવ્યું
રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત થશે

ફિચ રેટિંગ્સે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ, BBB-/નેગેટિવ) દ્વારા નોર્થ ક્વીન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલ (NQXT) ના સંપાદનને ક્રેડિટ ન્યુટ્રલ ગણાવ્યું છે. ફિચે આ સંપાદનની સકારાત્મક વ્યૂહાત્મક અસરોને પ્રકાશિત કરી છે. વૈશ્વિક રેટિંગ એજન્સી માને છે કે આ સંપાદન આંતરરાષ્ટ્રીય વૈવિધ્યકરણ તરફ વિકસવાના APSEZ ના પ્રયાસોને ટેકો આપશે, જે કંપનીના લાંબા ગાળાનો પ્રમુખ ધ્યેય છે.
17 એપ્રિલ, 2025 ના રોજ થયેલા સંપાદનમાં APSEZ દ્વારા NQXT ના વર્તમાન શેરધારકોને નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા છે. ફિચ અપેક્ષા રાખે છે કે, APSEZ ની નાણાકીય સ્થિરતા સંપાદનથી અપ્રભાવિત રહેશે, FY26 થી FY29 સુધી ગ્રોસ લીવરેજ 3.0x ની આસપાસ રહેશે. આ વ્યવહાર કંપનીના વૈશ્વિક EBITDA યોગદાનને 4% થી વધારીને 10% કરવાની અપેક્ષા રાખે છે, જે તેની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ પગલું છે.
NQXT સંપાદનમાં કાર્ગો મિશ્રણમાં કોલસાનો હિસ્સો થોડો વધારે છે, જોકે કન્ટેનરાઇઝ્ડ અને અન્ય નોન-કોલસા સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિને કારણે સમય જતાં તેમાં ઘટાડો થવાની ધારણા છે.
ઓપરેશનલ એન્ગલથી વાત કરીએ તો, NQXT પર તેની અસર ન્યૂનતમ રહેવાની અપેક્ષા છે, કારણ કે APSEZ પહેલાથી જ ટર્મિનલનું સંચાલન કરે છે. 35મિલિયન ટન વાર્ષિક કોલસા અને 70% ના વર્તમાન ઉપયોગ દર સાથે ટર્મિનલને મધ્યમ ગાળામાં મર્યાદિત મૂડી ખર્ચની જરૂર છે. વળી લાંબા ગાળાના ટેક-ઓર-પે કરારો અને 85 વર્ષની બાકીની લીઝ APSEZ માટે મજબૂત રોકડ પ્રવાહ દૃશ્યતા પ્રદાન કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ સંપાદન ન્યૂનતમ પુનર્ધિરાણ જોખમ પણ ઉભું કરે છે, જેમાં NQXT 2030 સુધી કોઈ દેવાની પરિપક્વતા ધરાવતું નથી. તેના હાલના દેવા માળખામાં વધારાના ઉધાર પર પ્રતિબંધો અને નાણાકીય શિસ્તને વધુ સુનિશ્ચિત કરતા નિયંત્રિત રોકડ પ્રવાહ જેવા રૂઢિચુસ્ત લક્ષણો શામેલ છે.
ફિચના મંતવ્યનું મહત્વ ખાસ કરીને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ઉભરતા બજારોમાં, એજન્સીના વૈશ્વિક પ્રભાવમાં રહેલું છે. એક પ્રમુખ ક્રેડિટ રેટિંગ એજન્સી તરીકે ફિચના મૂલ્યાંકનો વૈશ્વિક રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓ દ્વારા જીણવટપૂર્વક જોવામાં આવે છે. ફિચની ક્રેડિટ-તટસ્થ પરંતુ વ્યૂહાત્મક રીતે સહાયક દૃષ્ટિકોણનો સંકેત આપે છે કે આ સંપાદન એક ગણતરીપૂર્વકનું પગલું છે. જે APSEZ ના લાંબા ગાળાના વ્યવસાય પ્રોફાઇલને તેના નાણાકીય સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યા વિના મજબૂત બનાવે છે.
ફિચનું વિશ્લેષણ APSEZ ના NQXT સંપાદન પગલા પાછળના વ્યૂહાત્મક તર્કની પુષ્ટિ કરે છે, જે કંપનીની વૈશ્વિક વૃદ્ધિ મહત્વાકાંક્ષાઓમાં રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.




