
GMDC ને GPCB દ્વારા પાણી ના નમુના લઇ નોટિસ ફટકારી..


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર નજીકની ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી હતી ત્યારબાદ સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબી દ્વારા રતનપોરની ખાડીમાં થી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, ત્યારબાદ ડમલઇ ગામના એક આગેવાન દ્વારા જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી કે રાજપારડી જીએમડીસી દ્વારા આ ખાડીમાં પાઈપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી એસિડયુક્ત હોઈ શકે છે ત્યારબાદ જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને પાણીના નમુના ચેક કરવામાં આવતા પાણી શંકાસ્પદ જણાયું હતું એવાપણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલ પાણી એસીડ યુક્ત હોઈ શકે છે જેના કારણે જ આ જળચર જીવોના મોત થયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ટેલીફોનીક વાત કરતા gbcb ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમુના લઇ ph પણ ચેક કરવામાં આવી હતી જે શંકાસ્પદ જણાતા જીએમડીસી ના અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને પાણી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.ત્યારબાદ પાણીના જે પણ નમૂના લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપારડી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું,.
ઈરફાન ખત્રી
રાજપારડી



