MONALI SUTHAR

વધુ પડતા ફેમિનિઝમનો શિકાર આજની આધુનિક મહિલા – મોનાલી સુથાર

બેંગ્લોરની અંદર રહેતી એક યુવતીએ ઘરે કોઈના હોવાથી પોતાની બે સ્ત્રી મિત્ર સાથે નશા પાર્ટીનું આયોજન કર્યું હતું. રાત્રીના 1:30 વાગે ફૂડ ડિલિવરી કરનારા યુવાનને ત્રણે સ્ત્રી મિત્રએ ભેગા થઈને યુવાનને માર માર્યો હતો, ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, અને ગુપ્તાંગના ભાગમાં પણ દાંતના નિશાન જોવા મળેલા. મારુ એવું માનવું છે કે સ્ત્રી સ્વાતંત્ર્યતા અને સ્ત્રી સ્વાતંત્ર્યતાના નામે છકી જવા વચ્ચે પાતળી ભેદરેખા છે.

આપણી પેઢી એ બિલકુલ જ એવી સ્ત્રીને તો રોલ મોડલ ન જ બનાવવી જોઈએ જે સ્ત્રી સ્વાતંત્ર્યતાના નામે સેક્સ અને નગ્નતાનો તેમજ ભારતીય સંસ્કૃતિનો ઉઘાડેછોક નાશ કરતી હોય. ધીરે ધીરે સમાજની અંદર એવી વાતો સામાન્ય થઇ ગઈ છે જેમાં ભારતની મશહૂર ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ કરણ જોહરના ચેટ શૉમાં પોતાના જ પતિની સામે એવું કબુલ કરે કે તે કેટલા પુરુષ સાથે દેહસુખ ભોગવી ચુકી છે, કે નારી સ્વાતંત્ર્યતાના આડંબર હેઠળ યુટુબમાં વિડિઓ મૂકી ને ભારતભરની તમામ સ્ત્રીને જાનવરની જેમ ગમે તે પુરુષની સાથે ઉઘાડેછોગ સંબંધ રાખવા પ્રેરણા આપતી હોય.

મારા માટે ફેમિનિઝમનો સાચો અર્થ સ્ત્રીઓએ જ્ઞાન મેળવવામાં આગળ વધવું, કારકિર્દીના નવા દરવાજા ખોલવા, નિર્ભય થઈને અત્યાચારનો સામનો કરવો, પોતાના પરિવારને એક દિકરાથી પણ વિશેષ થઈને સપોર્ટ કરવો, સમાજના ગરીબો પીડિત લોકોની સેવા કરવી, અને પોતાના સપનાઓ પુરા કરવા. લેશ માત્ર પણ ઘરના કે પરિવારની દરકાર રાખ્યા વગર ટૂંકા કપડાઓ પહેરી સિગારેટ, દારૂ ને ડ્રગ્સનો નશો કરવો, બિકીની પહેરી ફોટૉશૂટ કરાવી દેહલાલિત્યનું પ્રદર્શન કરવું, કે પછી એક જ અમયે ઘણા પુરુષો સાથે શારીરિક સંબંધમાં રહેવું – આ તો બિલકુલ જ ફેમિનિઝમની વ્યાખ્યામાં નથી આવતું .

કોઈ પણ સ્ત્રીએ ફેમિનિઝમની પરિભાષામાં સમાતા પહેલા પોતાના અંતર હૃદયને પૂછે કે જે હું કરવા જઈ રહી છું એ ખરેખર મારે કરવું જોઈએ ? અને જો હ્ર્દયનો જવાબ હા મળે તો સમજી લેવું કે વધુ પડતા ફેમિનિઝમનો તમે શિકાર છો, અને માણસમાંથી જાનવર બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છો.

ડેઝર્ટ – વેદોની અંદર સ્ત્રીને શક્તિ, લક્ષ્મી સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે.. આપણા એક પણ દેવી દેવતાનો ફોટો કે વાત મેં આજ સુધી કહી નિર્લજ્જતા ભરી જોઈ નથી.

 

મોનાલી સુથાર,

જીંદગી એક એક નવી નજરે,
[email protected]

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!