ANANDANAND CITY / TALUKO

આણંદ જિલ્લામાં વર્ષ-૨૦૨૩ના જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જાહેર કરાયા

જિલ્લા કક્ષાએ ૦૪ અને તાલુકા કક્ષાએ ૧૧ શિક્ષકોની પસંદગી

આણંદશનિવાર :: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ રાજય-જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે. જે અંતર્ગત  આણંદ જિલ્લામાં આગામી તા.૫મી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. જેમાં જિલ્લા કક્ષાએ ૪ શિક્ષકો અને તાલુકા કક્ષાએ ૧૧ શિક્ષકોની પસંદગી થવા પામી છે.

જિલ્લા કક્ષાએ પસંદ થયેલ ૪ શિક્ષકોમાં આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામની નાપાડ વાંટા કુમાર શાળાના શ્રી શ્રધ્ધા ગોવિંદકુમાર ભાવસારખંભાત તાલુકાના મેતપુર ગામની શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલના શ્રી કિશોરકુમાર વજેશંકર ભટ્ટઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની અંજુમન હાઈસ્કુલના શ્રી ઈસ્માઈલભાઈ રસુલભાઈ મનસુરી અને આણંદ તાલુકાના ગોપાલપુરા ગામની ગોપાલપુરા પ્રાથમિક શાળાના શ્રી શેલિનબેન ભગવાનદાસ ડાભીનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે તાલુકા કક્ષાએ પસંદ થયેલ ૧૧ શિક્ષકોમાં આણંદ શહેરની નગર પ્રાથમિક શાળા નં-3 ના શ્રી બિનલબેન નગીનભાઈ મેકવાનઆણંદ તાલુકાના હાડગુડ ગામની પ્રાથમિક ગુજરાતી શાળાના શ્રી જયશ્રીબેન મોહનલાલ પંચાલખંભાત તાલુકાના શક્કરપુરા ગામની શ્રીમતી એમ.એચ પટેલ પ્રાથમિક શાળાના શ્રી દિપકકુમાર પ્રવિણલાલ પટેલખંભાત તાલુકાના નગરા ગામની નગરા કુમાર શાળાના શ્રી કાનજીભાઈ ગોવિંદભાઈ ભરવાડઆંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામની પ્રાથમિક શાળા અક્ષરપુરાનાના શ્રી બિનલબેન નારાયણભાઈ પટેલતારાપુર તાલુકાના ચાંગડા ગામની ચાંગડા પ્રાથમિક શાળાના શ્રી જયેન્દ્રકુમાર શિવાભાઈ પટેલબોરસદ તાલુકાના બોચાસણ ગામની પ્રાથમિક શાળાના શ્રી સંદીપકુમાર જશભાઈ પટેલબોરસદ તાલુકાના વાછીયેલ ગામની પ્રાથમિક શાળાના શ્રી વિકાસકુમાર કનુભાઈ પારેખપેટલાદ તાલુકાના રાવલી ગામની પ્રાથમિક શાળાના શ્રી કોમલબેન અરવિંદકુમાર રાણાપેટલાદ તાલુકાના પોરડા ગામની પ્રાથમિક શાળાના શ્રી સિદ્ધિ પ્રફુલચંદ્ર પટેલ અને ઉમરેઠ તાલુકના ભરોડા ગામની પ્રાથમિક શાળાના શ્રી દિવ્યાબેન અર્જુનસિંહ છાસટીયાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!