BANASKANTHAPALANPUR

ડીસા નગરમાં ઓમકાર કલા વિધાલયનો કરવામાં આવેલ શુભારંભ 

14 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

વસંતપંચમીના અતિ પવિત્ર દિવસે કલા જગતના ખૂબ જ જાણીતા તેમજ સમર્પિત સંગીતવિદ આશુતોષભાઈ દવે,રીનાબેન દવે તેમજ માધવ દવે દ્રારા ઓમકાર કલા વિધાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.અગાઉ છેલ્લા 19 વર્ષથી આ સંસ્થા ભણસાલી હોસ્પિટલમાં ચાલતી હતી.આશુતોષભાઈ દવે દ્રારા અત્યાર સુધીમાં 6000 જેટલા સંગીતરસિકોને તાલીમ આપી તૈયાર કરવામાં આવેલ છે.આ અવસરે દીપપ્રાગટય કલાગુરૂ પાટણના દિનેશભાઈ દરજી,ડીસાના કલાપ્રેમી ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝા,કલા,સાહિત્ય તેમજ સંગીતના પ્રવર્તકો ડો.અજયભાઈ જોષી,ગુરૂજી કનુભાઈ કે.આચાર્ય,ભગવાનભાઈ બંધુ દ્રારા કરવામાં આવ્યું હતું તેમજ સૌએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.સૌનું શાબ્દિક સ્વાગત આશુતોષભાઈ દવેએ કર્યું હતું.કલાજગતના આ પવિત્ર ઉદ્ઘાટનને બિરદાવવા ચિત્ર કલાકારો નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ચંદુભાઈ એટીડી,ડો.સંજયભાઈ ગાંધી,હિતેશકુમાર ઠકકર (વૈભવ),ડો.ડીકેશ ગોહિલ સહિત અનેક કલાપ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન જાણીતાં ગાયિકા રીનાબેન પટેલે કર્યું હતું.બનાસ સાહિત્ય કલા સંઘ,કલા સૃષ્ટિ ફાઉન્ડેશન,ઈન્ડિયન મેડિકલ એસોસિએશન,સંસ્કાર મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્રારા આશુતોષભાઈ દવેનું ફૂલછડી,સાલ, બેટી બચાવો મોમેન્ટો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.વિનોદ બાંડીવાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!