RAMESH SAVANI

સૌથી ધનાઢ્ય વ્યક્તિ ટેક્સ ભરવામાં પાછળ કેમ?

તમને પૂછવામાં આવે કે ‘દેશના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે?’

તમને પૂછવામાં આવે કે ‘દેશના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે?’
તમારો જવાબ હશે : ‘ગૌતમ અદાણી !’
તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે ‘દેશમાં સૌથી વધુ ટેક્સ કોણ ભરે છે?’
તમારો જવાબ હશે : ‘એ તો સ્વાભાવિક છે કે સૌથી ધનાઢ્ય વ્યક્તિ જ સૌથી વધુ ટેક્સ ભરે એટલે ગૌતમ અદાણી !”
પરંતુ તમારો આ જવાબ સાચો હોવો જોઈએ પણ છે ખોટો ! તમે ભોળા છો અથવા તો ગોદી મીડિયાએ તમને અંધારામાં રાખ્યા છે ! અથવા WhatsApp યુનિવર્સિટીનો કચરો તમને વિચારવા દેતો નથી !
Forbes Indiaના 14 ફેબ્રુઆરી 2024ના અહેવાલ મુજબ ભારતના 10 ધનાઢ્ય વ્યક્તિઓ આ છે : 1. મુકેશ અંબાણી (Global Rank- 11) સંપત્તિ 116.9 billion dollars 2.ગૌતમ અદાણી (Global Rank- 16) સંપત્તિ 81.2 billion dollars 3. શિવ નાદર 4. સાવિત્રી જિંદાલ 5. દિલિપ સંઘવી 6. સાયરસ પૂનાવાલા 7. કુશલ પાલ સિંહ 8. કુમાર બિરલા 9. રવિ જયપુરિયા 10. રાધાકિશન દામાણી.
શું કરોડોમાં કમાણી કરતી સંસ્થાઓ કરોડોનો કર ચૂકવે છે? નવેમ્બર 2023 મુજબ, ભારતના સૌથી વધુ ટેક્સ ભરનાર 10 કરદાતા આ છે : 1. રિસાયન્સ કંપની, તેમણે વર્ષ 2022-23 દરમિયાન કરવેરા પેટે રુપિયા 20,713 કરોડ ચૂકવેલ છે. 2. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI): 17,649 કરોડ કર ચૂકવેલ છે. 3. HDFC -હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. તેમણે 15,350 કરોડ કર ચૂકવેલ છે. 4. TCS-Tata Consultancy Services (TCS): 14,604 કરોડ ટેક્સ ભરેલ. 5. ICICI બેંકે 11,793 કરોડ ટેક્સ ભરેલ. 6. ONGC-ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને 10,273 કરોડ ટેક્સ ભરેલ. 7. ટાટા સ્ટીલે 10,160 કરોડ ટેક્સ ભરેલ. (14604+ 10160= 24764 કરોડ) 8. CIL-કોલ ઈન્ડિયા લિમિટેડે 9,876 કરોડ કર ચૂકવેલ. 9. ઇન્ફોસીસે 9,214 કરોડ ચૂકવ્યા હતા.10. એક્સિસ બેંકે 7,703 કરોડ કર પેટે ચૂકવેલ. સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ટાટા છે. ટેક્સ ચૂકવનાર પ્રથમ 10માં ક્યાંય ગૌતમ અદાણીની કંપની નથી !
Hindenburg Research-હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કોર્પોરેટ છેતરપિંડીના આરોપ અગાઉ ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોમાં સામેલ હતા. તેમની કંપનીઓ માઇનિંગ, ગ્રીન એનર્જી, શિપિંગ, એવિએશન, પાવર, ખેતી, બાંધકામ વગેરે ક્ષેત્રોમાં કામ કરે છે. તેમની કોઈ કંપની કે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ભારતમાં ટોચના 10 કોર્પોરેટ કરદાતાઓમાં સામેલ નથી ! અદાણી જૂથ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે SBI-સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા જેટલો નફો નથી કરતું. વર્ષ 2022માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને SBIનો ચોખ્ખો નફો અનુક્રમે 7.4 બિલિયન અને 4.3 બિલિયન ડોલર હતો; જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસનો નફો 94.5 મિલિયન ડોલર હતો. કોર્પોરેટ ટેક્સ માર્કેટ કેપિટલાઈઝેશન પર નહીં, માત્ર પેદા થયેલા નફા પર જ વસૂલવામાં આવે છે. 2019માં, ભારત સરકારે 48.7 મિલિયન ડોલરથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 30% કર્યો હતો ! સરકારે કહ્યું હતું કે વિદેશી કંપનીઓને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવા અને રોજગારી ઊભી કરવા ટેક્સમાં ઘટાડો કર્યો છે, જો કે તે લક્ષ્ય અપૂર્ણ રહેલ છે. સરકાર ભલે રોજગારી ઊભી કરવા કોર્પોરેટ ટેક્સ ઘટાડે, પરંતુ રોજગારી ઊભી થતી નથી ! ચોક્કસ કોર્પોરેટ કંપનીઓની ધનભૂખ જરુર દૂર થાય છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!