GUJARATMODASA

અરવલ્લી : ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મોડાસા, ભિલોડા, મેઘરજ સહીત અનેક જગ્યાએ ઉજવણી કરાઈ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મોડાસા, ભિલોડા, મેઘરજ સહીત અનેક જગ્યાએ ઉજવણી કરાઈ

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ નીમિત્તે અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી.મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પહોંચ્યા હતા જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. આ સાથે જ મોડાસા શહેરના જુના બસ સ્ટેશન સુધી બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી… આ સાથે જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાબા સાહેબ આંબેડકર ની જન્મ જ્યંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા બીજી તરફ ભિલોડાના લીલછા ગામે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા તેમજ ફુલહાર અને કેક કાપી ઉજવણી કરાઈ હતી તો મેઘરજ તાલુકામાં ઉકરડી ગામે પણ ભારત રત્ન વિશ્વ વિભૂતિ શ્રી ડૉ બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪ મી જન્મજ્યંતી નિમિત્તે મેઘરજ તાલુકા ના ઉકરડી ગામે તાલુકામાં પ્રથમ બાબાસાહેબનુ સ્ટેચ્યુનુ અનાવરણ અને ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી આમ અરવલ્લી જિલ્લામાં વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!