KUTCHMANDAVI

પ્રાંત સંગઠનની સૂચના મુજબ સમગ્ર રાજયની સાથે કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં આયોજિત થશે કાર્યક્રમ.

ગુજરાતના તમામ તાલુકાઓમાં ઉજવાશે ભગવાન બીરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ૨૩મી નવેમ્બર , શનિવારના રોજ ગુજરાતના તમામ તાલુકાઓમાં ઉજવાશે ભગવાન બીરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાત નું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ ,શિક્ષકો ને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ , ગુરુવંદન દિવસ ,માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે , ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની રાજ્ય કારોબારીમાં સર્વાનુમતે ભગવાન બીરસા મુંડા જન્મ જયંતી ઉજવવાનું નક્કી થયું તે મુજબ ગુજરાત ના તમામ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિ ઉજવશે જેના ભાગ રૂપે ભગવાન બીરસા મુંડા ના જીવન વિશે સમાજ અને શિક્ષણ વિદો સહિત શાળાના વિદ્યાર્થીઓ પણ વાકેફ થાય તે માટે તાલુકાઓમાં શાળાઓમાં , વ્યાખ્યાન , ગોષ્ઠિ ,રેલી જેવા કાર્યક્રમો યોજાશે અંગ્રજો સામે ની લડત, જનજાતિ ના કલ્યાણ માટેની ચળવળો , અંગ્રેજો દ્વારા જનજાતિ સમાજ અને અન્ય સમાજ પર થતા અન્યાયો અત્યાચારો સામે લડત ચલાવી તેમના અદમ્ય સાહસો અને પરાક્રમો ને સમાજ સુધી પહોચાડવા માટે ગુજરાત ના તમામ તાલુકામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉજવણી કરાશે.

ભવદિય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત.

Back to top button
error: Content is protected !!