બોટાદ ખાતે વિકાસ સંકલ્પ યાત્રા ના કાર્યક્રમના મુખ્યમંત્રી ના હાથે ગુજરાતી સ્ટેજ કલાકાર ઉદય ધાધલનુ વિશેષ સન્માન.
સંકલ્પ યાત્રામાં થયું સન્માન

યોગેશ કાનાબાર રાજુલા
બોટાદ ખાતે વિકાસ સંકલ્પ યાત્રા ના કાર્યક્રમના મુખ્યમંત્રી ના હાથે ગુજરાતી સ્ટેજ કલાકાર ઉદય ધાધલનુ વિશેષ સન્માન.

—————————————– બોટાદ શહેર ખાતે સરકારશ્રી ના કાર્યક્રમ વિકાસ સંકલ્પ યાત્રા મા ગુજરાત ના સ્ટેજ કબાકારશ્રી ઉદયભાઈ ધાધલનુ વિશેષ સન્માન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે થયુ હતુ. આ કાર્યક્રમ મા નિમુબેન બાંભણિયા, રીવાબા જાડેજા મંત્રીશ્રી, ભરતભાઇ ડાભી ધારાસભ્ય શ્રીતથા અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ નું ગૌરવ લોકસાહિત્યકાલ ને લોક ગાયક ઉદયભાઇ ધાધલે પોતાની કલા અને નવા ગીતો રજૂ કર્યા જેમાં ગીતો ઝરી ભરેલો સાફો રે વીર ને જોટાળી બંધુક, બેઠો બંકી બાબરીયાવાડ તુલસીશ્યામ થઈ ને,ભાઈબંધ મારો કોહિનૂર જેવો.. ગીતો ગાય અને મુખ્યમંત્રીને મુગધકરી દેતા ભુપેન્દ્રભાઈ પટેલે ઉદયભાઇ ધાધલનું હજારો ની મેદની વચ્ચે બહુમાન કરતાં લોકોએ તાળીઓથી ગડગડાટ થી ઉદયભાઇ ને વધાવ્યા હતા. જૂની સાંસ્કૃતિક જાળવવા બદલ સન્માન કર્યું હતું.





