DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ શહેરના કસ્બા પટની ચોક ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો બે ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ 

તા.૦૧.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:સુરત પછી દાહોદ કસ્બા પટની ચોક ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો બે ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગત રાત્રે ગોરક્ષક ટીમને બાતમી મળી હતી કે બારીયાના સાલીયા ગામ થી પીકપ ગાડી માં કતલના ઇરાદે પશુધન લઈ જવાના છે તેને લઈને ગૌરક્ષક ટીમ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન સાથે તૈયારી હતી ત્યારે પીકપ ગાડી GJ.20.X.7030 રોકવામાં આવતા તે ગાડી ભગાડી લઈને દાહોદના કસબા તરફ લઈને ભાગ્યો હતો ત્યારે તેની પાછળ ગોરક્ષક ટીમ અને પોલીસ પણ દોડી ગઈ હતી ત્યારે ત્યાં પહોંચતા ની સાથ મા મુસ્લિમ સમુદાયના 50 થી 60 ના ટોળા દ્વારા નાની ઉમરના છોકરાઓ થી લઈને યુવાનો દ્વારા ગૌરક્ષકો અને પોલીસ ઉપર ઈટ પથ્થર અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ ત્યાંથી ગૌરક્ષકોની ટીમને જીવ જોખમ મા મૂકી ભાગી છૂટી હતી જેમાં બે ગોરક્ષકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે હાલમાં એકને ઝાયડસ હોસ્પિટલ અને એક પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ટોળા દ્વારા scorpio અને બાઈકને પણ નિશાન બનાવી ક્ષતિ ગ્રસ્ત કરવામાં આવી હતી.જિલ્લાની અંદર વારંવાર ગૌરક્ષકો પર હુમલા કરવામાં આવે છે ત્યારે હવે આ મુદ્દે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું

Check Also
Close
Back to top button
error: Content is protected !!