માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ…!!!

ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાએ છેડેલું યુદ્વ હવે જાણે ત્રીજા વિશ્વ યુદ્વમાં પરિણમી રહ્યું હોય એમ ઈરાનની ઓઈલ એસેટ પર કબજો જમાવવા અમેરિકા અને ઈઝરાયેલ ખતરનાર ભૂમિ યુદ્વની તૈયારી કરી રહ્યું હોઈ ઈરાનના વળતાં હુમલાએ રેડિયેશનના વધતાં ખતરાં સાથે યુદ્વ ભયાવહ બની રહ્યું હોઈ આજે ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનાના અને નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના અંતિમ દિવસે સાર્વત્રિક નવો કડાકો બોલાઈ ગયો હતો. ઈંધણની કટોકટી સર્જાવાના ભણકારાં અને બીજી તરફ દરેક ઉદ્યોગો પર સંકટના વાદળો ઘેરાવા લાગતાં વગર જાહેર કર્યે દેશમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાવા લાગતાં ઘણા ઉદ્યોગો અને અનેક કંપનીઓની માઠી દશા બેસતાં આજે શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ પણ તળીયે ગયો હતો. માર્ચ મહિનો ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ઐતિહાસિક વેચવાલી સાથે વિક્રમી કડાકાનો નીવડી અત્ર, તત્ર, સર્વત્ર મંદી મંદી મંદીની બૂમરાળ મચી ગઈ હતી. રિઝર્વ બેંકે ૧૦ કરોડ ડોલરની ફોરેક્સ મર્યાદા નક્કી કરતા બંકીંગ શેરોમાં કડાકો બોલાયો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ધબડકા સાથે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર-ફાર્મા, આઈટી-સોફ્ટવેર શેરોમાં મોટું ધોવાણ થયું હતું. સેન્સેક્સ ૧૬૩૫.૬૭ પોઈન્ટ તૂટીને ૭૧૯૪૭.૫૫ અને નિફટી ૫૦ સ્પોટ ૪૮૮.૨૦ પોઈન્ટ તૂટીને ૨૨૩૩૧.૪૦ બંધ રહ્યા હતા. માર્ચ મહિનો ઐતિહાસિક કડાકાનો નીવડયો છે. માર્ચ મહિનામાં રોકાણકારોની સંપતિ-એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૫૧.૦૯ લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




