
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર રેન્જની સાતરડા બીટ વિસ્તારમાં વન્યપ્રાણી નીલગાય નો શિકાર કરી નિલગાય ના માંસ લઇ જતા બે આરોપી ઝડપાયા
માલપુર રેન્જની સાતરડા રાઉન્ડ સાતરડા બીટ ખાતે આવેલ સવાપુર જંગલ સ.નં.૭ પૈકી ના ભાગમાંથી તારીખ.૩/૧૨/૨૦૨૪ ના રોજ બિન અધિકૃત રીતે પ્રવેશ કરી વન્યપ્રાણી નીલગાય નો શિકાર કરી નિલગાય ના માંસ ના ટૂકડા કરી સેન્ટ્રો ગાડી નંબર:જી.જે.૦૧.એચ.કે. ૩૫૫૭ માં ભરી નિકળતાં તેઓની સદર ગાડી અટકાવતાં ભાગી છૂટેલ જે બાબતે માલપુર પોલીસને દુરવાણી યંત્ર ધ્વારા જાણ કરતાં તેઓ ધ્વારા મોડાસા મેઘરજ તરફ જતાં રોડ પર અટક કરી તપાસ કરતાં ગાડી માં આશરે ૨૦૦ કિ.ગ્રા નિલગાય ના માસના ટૂકડા ભરેલ જે બાબતે ડ્રાઈવર ને પૂછતાં તેઓએ જણાવેલ કે,આ નિલગાય (રોઝડા) નું માંસ સવાપુર જંગલ માંથી ભરી આવેલ છીએ.તેવું જણાવતાં પોલીસ ધ્વારા સદર વાહન/માંસ/આરોપીઓ પકડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોડાસા ને સોંપેલ ત્યારબાદ પ.વ.અ.મોડાસા એ ઈસમો ની પૂછ-પરછ કરી માલપુર રેન્જ માં જાણ કરેલ ત્યારબાદ પ.વ.અ માલપુર એ પકડેલ બંને ઈસમો ને મુદામાલ/સદર વાહન સાથે માલપુર રેન્જ માં અટક માં લઈ બનેલ ગુન્હા અન્વયે આગળ ની જરૂરી કાર્યવાહી હાથ ધરેલ બાદ આરોપી નંબર: (૧)સાશીફ ઈમ્તિયાઝ કુરેશી ઉ.વ.૨૬ રે.અમદાવાદ (૨)કેફ મોહમ્મદઆલમ કુરેશી ઉ.વ.૧૯ રે.અમદાવાદ ની પૂછ-પરછ કરતાં આ માંસના ટૂકડા સવાપુર જંગલ માંથી નિલગાય ના કટીંગ કરી લાવેલ છીએ તેમ જણાવતાં પકડેલ બન્ને આરોપી વિરૂધ્ધ સાતરડા રા.ગુ.નં.૨/૨૦૨૪-૨૫ તેમજ માલપુર રેન્જ ગુના નંબરઃ૧/૨૦૨૪-૨૫ (નકલ સામેલ છે)થી ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરી નામ.પ્રિન્સીપાલ સિવિલ જજ અને જયુડિશયલ ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ સાહેબ માલપુર ની કોર્ટમાં કેસ દાખલ કરેલ છે.જેમાં આરોપીઓના જામીન ના-મંજૂર થતાં આરોપીઓ ને મોડાસા જેલ હવાલે કરવામાં આવેલ છે.જે ગુના અન્વયે .એસ.એમ.ડામોર મે.નાયબ વન સંરક્ષક અરવલ્લી વન વિભાગ મોડાસા ના માર્ગદર્શન હેઠળ તેમજ .એસ.બી.ડામોર મદદનીશ વન સંરક્ષક અરવલ્લી-ર તેમજ.જે.કે.ડામોર પ.વ.અ.માલપુર તથા રેન્જ સ્ટાફ માલપુર ની સંયુક્ત ટીમ ના સહયોગ થી આરોપીઓ ને પકડી ગુનો દાખલ કરવામાં આવેલ છે





