BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

શિક્ષણનો ભાર:ધોરણ 10ના વિદ્યાર્થીના દફતરનું 7 કિલો વજન

સમીર પટેલ, ભરૂચ

સરકાર ભલે કહેતી હોય કે ભાર વિનાનું ભણતર પણ ભરૂચમાં તો કળતરવાળુ ભણતર જોવા મળી રહયું છે. શાળાઓમાં સ્માર્ટ કલાસ બનાવી દેવામાં આવ્યાં છે પણ બાળકોના દફતરનું વજન હજી ઓછું થયું નથી. દિવાળી વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સોમવારના રોજ દિવ્યભાસ્કરની ટીમે વિવિધ શાળાની મુલાકાત લઇને બાળકોનું દફતર ખરેખર ભાર વિનાનું છે કે નહિ તેની તપાસ કરી હતી. અમે વજનકાંટો લઇને વિવિધ શાળાઓમાં ફર્યા હતાં અને ધોરણ –2 થી લઇ 10માં અભ્યાસ કરતાં 20થી વધારે છાત્રો પાસેથી તેમના દફતર લઇને વજન કર્યા હતાં. અમારી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સરકારના નિયમ મુજબ ધોરણ– 1 થી 4માં ભણતા બાળકોના દફતરનું વજન 2 કિલોથી વધારે ન હોવું જોઇએ પણ અમે વજન કર્યું ત્યારે વજન 4 કિલો નોંધાયું હતું. તેવી જ રીતે ધોરણ– 5 થી 8માં 4 કિલો વજનનો નિયમ છે પણ અમારા વજનકાંટામાં વજન 5 કિલો નોંધાયું હતું. ધોરણ – 9 થી 12માં પણ નિયમોનો ભંગ જણાયો હતો. 6 કિલોના નિયમ સામે દફતરનું વજન 7 કિલો હતું. અમારી તપાસમાં ભાર વિનાના ભણતરનો સરકારનો દાવો ખોટો સાબિત થયો હતો અને દરેક દફતરમાં નિયમ કરતાં વધારે વજન જોવા મળ્યું હતું. આ વજન કરાવતી વેળા અમે દફતરમાંથી અંદાજીત એક થી દોઢ લીટર વજન ધરાવતી પાણીની બોટલો કઢાવી નાખી હતી ત્યારે પણ દફતરનું વજન એકથી બે કિલો વધારે આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!