GUJARATNARMADATILAKWADA

તિલકવાડાના કારેલી ગામ પાસેથી ૬.૪૦ લાખ રોકડ સાથે પાંચ જુગારીઓને એલસીબી નર્મદાએ ઝડપી લીધા

તિલકવાડાના કારેલી ગામ પાસેથી ૬.૪૦ લાખ રોકડ સાથે પાંચ જુગારીઓને એલસીબી નર્મદાએ ઝડપી લીધા

નર્મદા જિલ્લા એલસીબી મોટી સફળતા હાથ લાગી

રાજપીપલા : જુનેદ ખત્રી

તિલકવાડાના માંગુ ગામેથી કારેલી ગામ જવાના રસ્તા ઉપર નિર્માણધીન મકાનના બીજા માળેથી ૬.૪૦ લાખના રોકડ રૂપિયા સાથે પાંચ જુગારીઓને એલસીબી નર્મદાએ ઝડપી પાડયા છે

પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી નર્મદાને બાદમે મળી હતી કે તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના માંગુ ગામથી કારેલી ગામ તરફ જવાના રોડ ઉપર અંડર કન્સ્ટ્રકશન મકાનમાં જય કુબેર એગ્રો બીજ સેન્ટર નામની એગ્રોની દુકાનના બીજા માળે જુગારનો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહેલ છે ત્યારે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા જુગાર અંગેની રેઇડ કરતા આ બંધ મકાનમાં ગોળ કુંડાળુ વળીને પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમતા કુલ-૦૫ જુગારીયાઓને ઝડપી પાડી તેમની અંગઝડતી તેમજ દાવ ઉપરના રોકડ મળી કુલ કિ.રૂ.૬,૪૦,૬૨૦/- તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૨૦,૫૦૦/- તથા સ્ટીલનો ત્રાસ તથા પાથરણું કિ.રૂ.૨૦૦/- મળી ફુલ્લે કિ.રૂ.૬,૬૧,૩૨૦/-ના મુદ્દામાલ કબ્જે કર્યો છે પકડાયેલ આરોપીઓ (૧) આશિષ જગદીશભાઇ દલવાડી રહે. નસવાડી તા.નસવાડી જી.છોટાઉદેપુર (ર) જાવીદભાઇ ઇકબાલભાઇ મેમણ રહે. નસવાડી જી.છોટાઉદેપુર (3) ઇદ્રીશભાઇ બાબુભાઇ મોટલાની રહે. આમરોલી તા.નસવાડી જી.છોટાઉદેપુર (૪) હેમલભાઇ દિનેશભાઇ સોલંકી રહે. નસવાડી તા,નસવાડી જી.છોટાઉદેપુર (૫) ભરતભાઇ કાલીદાસ તડવી રહે. તિલકવાડા ડેરી ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા. ને તિલકવાડા પોલીસ મથકમાં ગુનાના કામે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!