KUTCHMUNDRA

મુન્દ્રાના લોકોની આરોગ્ય સવલતમાં વધારો : લોક ઉપયોગી સેવાકીય કામગીરીની કદર કરતા જેટીપીએલ કંપની દ્વારા રોટરી ક્લબને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

૧૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- અત્રેની અદાણી પોર્ટ અને સેઝ મધ્યે કાર્યરત જે.ટી.પી.એલ. કંપનીએ તેના સી.એસ.આર. ફંડમાંથી મુન્દ્રાના નગરજનોની આરોગ્ય વિષયક સવલત માટે વધારો કરતા આપાતકાલીન સેવા માટે જરૂરી મનાતી એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં વિશ્રામભાઇ ગઢવીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્ર મહેતાએ લોકોને વધુ સારી સેવા મળી રહે તે માટે રોટરીના ડ્રીમ પ્રોજેકટ સમી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવા બદલ કંપનીનો આભાર માન્યો હતો. આ તકે કંપનીના વાઇસ ચેરમેન ઘનશ્યામ સોલંકી, ડેપ્યુટી જનરલ મેનેજર જયેન્દ્રસિંહ જાડેજા તથા એચ.આર. મેનેજર ઉર્વદીપસિંહ ઝાલાએ રોટરી દ્વારા મુન્દ્રામાં ચાલી રહેલા લોક ઉપયોગી સેવાકીય કર્યોને નજર સમક્ષ રાખી એમ્બયુલન્સ અર્પણ કરવામાં આવી હોવાનું ઉમેર્યુ હતું. સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે મુન્દ્રાના વિકાસમાં ઉદ્યોગગૃહોને સામાજીક ઉતરદાયિત્વ નિભાવતા આગળ આવવા આહવાન કર્યુ હતું. કાર્યક્રમના અંતે રોટરીના પ્રમુખ સુનિલ વ્યાસે એમ્બ્યુલન્સ સેવાનું સુચારૂ સંચાલન થાય તે માટેની જવાબદારી રોટરેકટ કલબ ઓફ મુન્દ્રાને સોંપતા પ્રમુખ કરણ મહેતાને ચાવી સુપ્રત કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, લોહાણા મહાજન પ્રમુખ કિશોરભાઇ ચોથાણી, રોટરીના અતુલ પંડયા, બી.એમ.ગોહિલ, હિરેન સાવલા, નરેન્દ્રસિંહ પરમાર, રાકેશ મહેશ્વરી, કુલદીપ ચોથાણી, દીપેશ કંદોઇ, આનંદ હંસોરા, મૌલિક આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ ગોર સંચાલિત કાર્યક્રમની આભારવિધી ધ્રુવરાજસિંહ ચુડાસમાએ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!