RAJKOT

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા પંચાયત આયોજન સમિતિની બેઠક યોજાઈ

તા.૧૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી તથા જસદણના ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે જસદણ તાલુકા પંચાયત આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકામાં વિવિધ વિસ્તારોના વિકાસકામો માટે તાલુકા પંચાયતના સભ્યોએ કરેલી દરખાસ્તો-સૂચનોની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં કોઝ વે, રસ્તાઓ, સ્મશાનની દિવાલો, પૂર સંરક્ષણ દિવાલ, સી.સી. રોડ, આંગણવાડીના કામો, પાણીના ટાંકાના કામો વગેરે અંગે ચર્ચા થઈ હતી.

આ તકે જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી ગનીબહેન માલકિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી જી.એમ. રાઠોડ, તાલુકા પંચાયતના સભ્યો, અન્ય અધિકારી, કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!