BANASKANTHAKANKREJ

થરામાં શ્રી જલારામ મંદિર ખાતે પાટણ લોકસભા ભાજપના ઉમેદવારનું સન્માન કરવામાં કરાયું.

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ તરફથી પાટણ સીટ ભાજપાના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ ભરતસિંહજી ડાભીનું નામ ફરીથી જાહેર કરવામાં આવેલ છે.ખૂબ જ કર્મઠ,જાગૃત,સેવાભાવી, લોકપ્રિય,ખૂબ જ સરળ ના એવા ભરતસિંહ ડાભીને ઠેર ઠેર શુભેચ્છાઓ અપાઈ રહી છે. કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નેશનલ હાઈવે ઉપર આવેલ શ્રી જલારામ મંદિરના પટાંગણમાં ભાજપ દ્વારા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો.સવારે શ્રીજલારામ બાપા તથા ગોગ મહારાજના
દર્શન કરી ભરતસિંહ ડાભી સભા મંડપમાં આવતા તાળીઓના ગડગડાટથી સૌ કાર્યકરોએ આવકાર્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોનું કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે શાબ્દિક શબ્દો દ્વાર સ્વાગત કરી આવકાર્યા હતા.બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,થરા માર્કેટયાર્ડ ના ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેજમાજી રાજવી એવમ નગર પાલીકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ
વાઘેલા,ડી.ડી.જાલેરા,અમિભાઈ દેસાઈ,ઈસુભા વાઘેલા,સુખદેસિહ સોઢા, અચરતલાલ ઠક્કર, ઉમેશભાઈ પ્રજાપતિ,કાંકરેજ તાલુકા ભાજપ મંત્રી અમૃત ઠાકોર સહિત કાંકરેજ તાલુકા ભાજપ તેમજ શહેર ભાજપનાહોદ્દેદારોએ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.પ્રાસંગિક પ્રવચન કરતા ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વૈશ્વિકનેતા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરી હિન્દુસ્તાન
વિશ્વગુરૂ બને તે અને ફરીથી લોકસભામાં મોદીની સરકાર હેટ્રિક કરે તે માટે પાટણ લોકસભા જંગી બહુમતીથી વિજય થાય તે માટે પ્રયત્ન કરવા તેમજ સાત લાખ થી વધુ મતો મેળવી જંગી બહુમતીથી વિજયી મેળવવાની આશા વ્યક્ત કરી હતી.ત્યારે ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને સતત બીજી વખત કાંકરેજ વિધાનસભા વિસ્તારમાંથી જંગી બહુમતી મળશે તેવી કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યકરોમાં ખૂબ ખુશી વ્યકત જણાઈ હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ડાહ્યાભાઈ પોલિયાતર, દિનેશભાઈ ઠક્કર,ધીરાજકુમાર શાહ,કનુભાઈ ઠક્કર,રાયમલભાઈ ચૌધરી,ભુપેન્દ્રસિંહ પરમાર, રાઘવેન્દ્ર જોષી,અલ્પેશ શેઠ, મહેન્દ્રસિંહ વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, બાબુભાઈ ચૌધરી ખસા,રસિકભાઈ પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!