RAMESH SAVANI

સીરમ ઈન્સ્ટિટ્યુટ પવિત્ર ગાય છે !

અંધભક્તોએ પ્રચાર કરેલો કે વડાપ્રધાને કોરોના રસી- કોવિશીલ્ડ બનાવીને તથા સપ્લાઈ કરીને વિશ્વભરમાં ડંકો વગાડી દીધો હતો !
હવે આ રસીના ઘાતક દુષ્પ્રભાવની હકીકત સામે આવી છે. આ રસી blood clots-લોહીને ઘટ્ટ બનાવી દે છે જેના કારણે હાર્ટ-એટેકથી મૃત્યુ થાય છે ! કોરોના મહામારી અને તે પછી આપણે નજીકના સંબંધીઓના મૃત્યુ હાર્ટ-એટેકથી થયા તે જાણીએ છીએ !
2020માં કોરોના મહામારી બાદ 2021માં કોવિશીલ્ડ વેક્સિન બની હતી. આ રસી બ્રિટનની AstraZeneca-એસ્ટ્રાજેનેકા કંપનીએ તૈયાર કરી હતી. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટે એસ્ટ્રાજેનેકાને કોવિશિલ્ડના નામે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સીન બનાવી હતી. આ વેક્સિન સામે સવાલો ઊઠ્યા હતા. કેટલાંક દેશોએ કોવિશીલ્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના 30 એપ્રિલ 2024ના રીપોર્ટ મુજબ, બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ બ્રિટિશ હાઈકોર્ટ સમક્ષ કબૂલ્યું છે કે ‘વેક્સીનની ખતરનાક સાઈડ ઈફેક્ટ થઈ શકે છે ! વેક્સીનથી TTS-Thrombosis with Thrombocytopenia Syndrome-થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિંડ્રોમ થઈ શકે છે.’ એસ્ટ્રાજેનેકા કંપની lawsuitનો સામનો કરી રહી છે. કંપની સામે આરોપ છે કે તેની રસીના કારણે અસંખ્ય મોત થયા છે !
કોવિશીલ્ડ બન્યા બાદ ભારત સરકારે તથા રાજ્ય સરકારોએ રસીકરણ માટે ઝૂંબેશ કરી હતી. વિશ્વમાં સૌથી વધુ રસીકરણ કરવા માટે વડાપ્રધાને છાતી ફુલાવી હતી, અને વાહવાહી મેળવી હતી ! આ રસી લેવાથી અસ્વસ્થતા/ થાક/ તાવ/ માથાનો દુખાવો/ માંસપેશીઓમાં દર્દ/ સોજા/ ચક્કર આવવા/ ઊંઘ આવવી/ પરસેવો વળવો/ પેટનો દુખાવો વગેરે લક્ષણો જોવા મળતા હતાં. ત્યારે કહેવાયું હતું કે આ લક્ષણો અસ્થાયી છે ! ડેનમાર્કે કોવિડ-19 વેક્સીન પર સૌ પહેલા પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી આયર્લેન્ડ/ થાઈલેન્ડ/ નેધરલેન્ડ/ નોર્વે/ આઈસલેન્ડ/ કોંગો/ બલ્ગેરિયા/ ઓસ્ટ્રેલિયા/ ઈન્ડોનેશિયા/ મલેશિયા વગેરે દેશોએ પ્રતિબંધ મૂક્યો હતો. જર્મની/ ઈટાલી/ ફ્રાંસ/ સ્પેન સહિત યુરોપિયન દેશોએ કોવિડ-19 વેક્સીન વાપરવાનું બંધ કરી દીધેલ !
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સીરમ ઈન્સ્ટિટ્યુટે ઈલેટોરલ બોન્ડ મારફતે સત્તાપક્ષને ડોનેશન આપ્યું હતું ! એટલે સરકાર અને ભક્તગણ સીરમ ઈન્સ્ટિટ્યુટને પવિત્ર ગાય માને છે ! એટલે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ સામે lawsuit થવાનો સવાલ નથી !rs
May be an image of 1 person and hospital

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!