GUJARAT

દેડિયાપાડા સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 15મા WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નું ઉદ્ઘાટન

દેડિયાપાડા સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 15મા WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નું ઉદ્ઘાટન

તાહિર મેમણ : 29/08/2023 – દેડીયાપાડા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ ઇગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તા.23 ઓગસ્ટ, 2023 ના રોજ WAAH સંસ્થા તથા વિક્રમ એ. સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતનાં 15મા વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (WAAH CSC) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (WAAH CSC) એ શાળા સ્તરનું લોકવિજ્ઞાન કેન્દ્ર છે કે જેમાં ‘જાતે કરીને શીખો’ અભિગમનો ઉપયોગ કરીને અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ કરી, કરાવી શકાય, જેનાથી વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવા અને સમજવા મદદ મળી રહે છે. WAA SC150 થી વધુ ટીચિંગ લર્નિંગ મટિરિયલ (TLM) જેવા કે મૉડેલ્સ, મોટા અને નાના ઈન્ટરેક્ટિવ પ્રદર્શનો, પ્રયોગો અને પ્રદર્શનો કરવા માટેની કિટ્સ, સાધનો, કોચડાઓ, પેનલ્સ, ચાર્ટ્સ, ટેમ્પલેટ્સ, પ્રકાશનો અને પુસ્તકો વગેરેથી સજ્જ છે.

 

સેન્ટ ઝેવિયર્સ ઇગ્લિશ મીડિયમ, દેડીયાપાડા ના શિક્ષકો ઉપરાંત આસપાસની શાળાઓના શિક્ષકો પણ આ સુવિધાનો ઉપયોગ તેમના બાળકો સાથે વર્ગમાં કોઈ ચોક્ક્સ સિદ્ધાંત શીખવતી વખતે નિદર્શન કરવામાં તથા વિવિધ વિજ્ઞાન અને ગણિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા માટે કરી શકે છે.

WAAH SC દઢવાડા ખાતે વિદ્યાર્થીઓ માટે નિયમિત કાર્યશાળાઓ પણ ગોઠવવામાં આવશે.

 

સેન્ટ ઝેવિયર્સ ઇગ્લિશ મીડિયમ, દેડિયાપાડાના આચાર્ય સિસ્ટર રોજા જ્યોતિએ મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “આ શાળામાં સ્થપાયેલ WAAH CSC નો ઉપયોગ ગણિત અને વિજ્ઞાન શિક્ષણકાર્ય માટે ચોક્કસપણે કરશે તેમજ આસપાસની શાળાઓને પણ તેનો લાભ મળે તેવો પ્રયત્ન કરશું” VASCSC, અમદાવાદના સાયન્સ કમ્યુનિકેટર વિષ્ણુ લોહારે VASCSCનો પરિચય આપતા જણાવ્યું કે, “ડો. વિક્રમ સારાભાઈનું સ્વપ્ન પૂરું કરવા માટે VASCSC સંસ્થા છેલ્લા 50 થી વર્ષ થી કાર્યરત છે અને બાળકો તથા સામાન્ય જનતા માટે વિજ્ઞાન અને ગણિતનાં શિક્ષણને રસપ્રદ બનાવવાનું કાર્ય કરી રહ્યું છે.”

 

નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી એમ સી ભૂસારા એ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને તેમણે બાળકોને જણાવ્યું કે આપણી આસપાસ રહેલા વિજ્ઞાનને સમજી તેના વડે સમાજમાં વિકાસ લાવી શકાશે. આ કાર્યક્રમના અન્ય મહેમાનોમાં WAAH સંસ્થાના સેક્રેટરી શ્રી આનંદ પટેલ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ભટ્ટ તથા શ્રી શીતલ પટવા હાજર રહ્યા હતા.

 

વાહ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ અમીને બાળકોને જિજ્ઞાસાવૃત્તિ જગાવવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, “આપણા દેશમાં ગણિત વિજ્ઞાન તથા આધ્યાત્મિકતાના વિકાસ વગર દેશનો પુનરુદ્વાર નહિ થઇ શકે.

 

WAAH CSCના ઉદ્ઘાટનની સાથે શાળાના ધો.6 થી 8 ના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ માટે VASCSC ની ટીમ દ્વારા ગણિત, વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના રસપ્રદ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતુ, જેનો બાળકો અને શિક્ષકોએ રસપૂર્વક લાભ દીધો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વર્ષોમાં WAAH અને VASCSCનાં સંયુક્ત ઉપક્રમે ગણિત અને વિજ્ઞાન શિક્ષણને રસપ્રદ અને અનુભવલક્ષી બનાવવા માટે ગુજરાતભરમાં આવા 100 જેટલા સેન્ટર્સ શરુ કરવામાં આવનાર છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!