NAVSARI

બીલીમોરા-બહુચરાજી નવીન બસને ધારાસભ્ય નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

વલસાડ વિભાગના બીલીમોરા ડેપો ખાતે આજરોજ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી સર્વિસને ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે સવારે ૮-૩૦ કલાકે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી.
આ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી બીલીમોરા ડેપોથી સવારે ૮-૦૦ કલાકે નીકળી સાંજે ૧૮-૨૫ કલાકે બહુચરાજી ખાતે પહોંચશે અને બહુચરાજી થી સવારે ૭-૨૫ કલાકે નીકળી બીલીમોરા ખાતે સાંજે ૧૭-૪૦ કલાકે આવશે. બસ સર્વિસ માટે રૂા.૨૪૮/- ભાડુ રખવામાં આવ્યું છે. બસ સર્વિસનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ નવિન બસ સેવાનો નવસારી જિલ્લાના લોકોને લાભ લેવા વલસાડ એસ.ટી.ના વિભાગીય નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!