GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધારવા માટે વેપારી એસોશિએશનનો જિલ્લા તંત્રને સાથ સહકાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

વિવિધ દુકાનદારો, વેપારીઓ દ્વારા આકર્ષક ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરાઇ*

*મતદાન બાદ શ્યાહી વાળી આંગળી બતાવી વિવિધ સ્થળેથી ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાશે*
આગામી લોકસભા ચૂંટણીમાં નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં નવસારી જિલ્લાના દુકાનદારો, હોટેલો, રેસ્ટોરન્ટ, મેડિકલ સ્ટોરના વેપારીઓ સાથે જિલ્લા ચૂંટણી તંત્રની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી નવસારી જિલ્લામાં  મતદાનનું પ્રમાણ વધે તે માટે વેપારીઓ તથા દુકાનદારોની જનભાગીદારીની આશા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં મતદાનના દિવસે મતદાન કરનાર વ્યક્તિ પોતાની શ્યાહી વાળી આંગળી બતાવશે તો તેઓને દુકાનોથી વિવિધ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે.

આ નવીન પહેલ માટે વિવિધ જિલ્લાઓમાં ખુબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. જેમાં ખુશીની બાબત એ છે કે નવસારી જિલ્લામાં પણ વેપારી એસોશિએશન તથા વિવિધ નાનામોટા દુકાનદારો દ્વારા આ બાબતનો સહર્ષ સ્વીકાર કરી જિલ્લા ચૂંટણી તંત્રને સાથ સહકાર આપવા રાજી થયા છે.
જે માટે દુકાનદારો, વેપારીઓ દ્વારા વિવિધ સ્કીમની ઓફરની આકર્ષક જાહેરાતો કરાઇ રહી છે. વિગતવાર જોઇએ તો નવસારી જિલ્લામાં વાસણ સંગઠન દ્વારા ૭ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ, વિવિધ રેસ્ટોરન્ટ, ટ્રેડર્સ, અને પ્લાસ્ટીકના વેપારીઓ દ્વારા ૭-૭ ટકાના ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર જાહેર કરવામાં આવી છે.

મતદાન જાગૃતિ માટેના આ નવા અભિગમને નવસારી જિલ્લાના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ડિસ્કાઉન્ટ આપતા એક વેપારી સાથે આ અંગે વાતચીત કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે, “ડિસ્કાઉન્ટ તો એક બહાનુ છે મત આપવો એ આપણી ફરજ છે.”

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આપણા નવસારી જિલ્લાના તમામ રહીશો આગામી ૦૭મી મેના રોજ મતદાન કરે તે લોકશાહીની જરૂરીયાત છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!