AHAVADANGSUBIR

Dang: સુબીર ખાતે આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે મજૂર અધિકાર મંચ દ્વારા શેરડી કાપણી કામદારોને લઈને આવેદનપત્ર આપ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર 13 સપ્ટેમ્બર એ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે મજૂર અધિકાર મંચ દ્વારા ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે આદિવાસી અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને શેરડી કાપણી કામદારોની રિવાઇઝ કરેલ લઘુત્તમ વેતનની ચુસ્તપણે અમલવારી તેમજ અન્ય માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ જિલ્લાનાં સુબીર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ડાંગ જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ વિસ્તાર અનુસૂચિ પાંચ હેઠળનો વિસ્તાર છે.ત્યારે 13 મી સપ્ટેમ્બરનાં રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે સુબીર ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ શેરડી કાપણી ના કામદારો પોતાના પરિવાર સાથે કામ અર્થે આવતા હોય જેમાં બાળકો તથા સગર્ભા પણ સામેલ હોય છે ત્યારે આ તમામને આઈસીડીએસ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે, શેરડી કાપડી ના કામદારો પોતાના વતન થી કાર્ય સ્થળ ઉપર આવવા જવા માટે ભાડું સુગર ફેક્ટરીઓ દ્વારા ચૂકવવામાં આવે, જંગલ જમીન ખેડનારા તમામ દાવેદારોની સ્થળ ચકાસણી કરી કાયદા અંતર્ગત અન્ય આધાર પુરાવા માન્ય રાખી માંગણી પ્રમાણે દાવાઓ મંજૂર કરવામાં આવે, પેન્ડિંગ દાવાઓને સત્વરો નિકાલ કરવામાં આવે, ડાંગ જિલ્લો  અનુસૂચિ હેઠળનો છે.ત્યારે પાંચમી અનુસૂચિની અસરકારક અમલવારી કરવામાં આવે,સુબીર રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવામાં આવે વગેરે મુદ્દાઓને લઈને મજૂર અધિકાર મંચ દ્વારા મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય શ્રમ મંત્રી, ગુજરાત રાજ્ય વન મંત્રી, આદિજાતિ વિકાસ મંત્રી, કલેકટર તથા સુબીર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!