PANCHMAHALSHEHERA

ટાંડીમુવાડા પ્રાથમિક શાળા (મંગલીઆણા) ખાતે પ્રજાસત્તાકદિન ઉજવણી દરમિયાન નાગરિક ઘડતર પ્રવૃત્તિ માં શ્રેષ્ઠ કાર્ય કરનાર ટીમ અને ટીમના સભ્યો ને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા.

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાની ટાંડીમુવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ‘દીકરીની સલામ દેશને નામ’ અંતર્ગત હેતલબેન સામંતસિંહ પટેલના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હરીજન શિલ્પાબેન જશવંતભાઈને જિલ્લા લેવલે બાળ કવિ તરીકે મળેલ સિદ્ધિઓને આધારે શાળા કક્ષાએ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. બાળકો દ્વારા અંગ્રેજી , હિન્દી , ગુજરાતી ભાષામાં વક્તવ્યો આપવામાં આવ્યા. વર્ષ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ નાગરિક ઘડતરની પ્રવૃત્તિમાં જોડાયેલા શાળાના વિદ્યાર્થીઓને તેમના દેખાવના આધારે ટીમોને નંબર આપવામાં આવ્યા. તેમ જ ટીમોની અંદર સારામાં સારી કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કુલ 100 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ગામના જાગ્રત નાગરિક સંજયકુમાર હિંમતસિંહ ચૌહાણ ( ગ્રામ પંચાયત સભ્ય , મંગલીઆણા ) દ્વારા શાળા ને દીપ પ્રાગટ્ય માટે દીપ અર્પણ કરેલ છે. શાળા પરિવાર એમનો આભાર માન્યો. અંતે વાલી સંમેલન યોજવામાં આવ્યું. શાળાના વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિમાં સૌને સહભાગી થવા શાળાના આચાર્ય શ્રી અમિતકુમાર શર્મા દ્વારા અપીલ કરવામાં આવી. અંતે ચોકલેટ ખવડાવી બાળકોના મોં મીઠા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!