BANASKANTHAKANKREJ

થરા શ્રી વિનય વિદ્યામંદિરમા ધો.૧૦/૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનયવિદ્યા મંદિરમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩/ ૨૦૨૪ માં અભ્યાસ કરતા ધો.૧૦/૧૨ (સા.પ્ર./વિ. પ્ર.)ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ મંડળના ઉત્સાહી અને શિક્ષણ પ્રેમી પ્રમુખ એવમ એ.પી.એમ.સી.થરાના ચેરમેન અણદાભાઈ આર.પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૦૨/૦૩/૨૦૨૪ ને શનિવાર ના રોજ સવારે ૮.૩૦
કલાકે યોજાઈ હતો.દીપ પ્રાગટય કરી પુર્વ આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરીએ શાબ્દિક શબ્દો તથા શાળની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. માર્ચ ૨૦૨૩ માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં શાળા લેવલે ધો.૧૦/ ૧૨ (સા.પ્રવાહ) અને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ ધોરણ-૧૨ સાયંસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સુથાર માધવી વિનોદભાઈ ચાંગા
તથા તેના દાદા નું સન્માન પ્રમુખ અણદાભાઈ પટેલ સહિત ગુરૂજનોએ કર્યું હતું. સાથે સાથે ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ઠાકોર અશ્વિનજી ચેનાજી,ધોરણ-૧૦ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર પરમાર આશાબેન દિનેશભાઈ અધગામનું શાળા પરિવારે શીલ્ડ, પ્રમાણપત્ર,પ્રોત્સાહિત રકમ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ.પ્રાસંગીક પ્રવચન કરતા અણદાભાઈ પટેલે જણાવ્યું કે બાળકોને જીવનમાં શિક્ષણ દ્વારા કેવી રીતે સફળતા મેળવી શકાય તેની વિસ્તૃત સમજણ આપી બાળકોને જીવનમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કાંકરેજ તાલુકાભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મંડળના ઉપપ્રમુખ કરશનભાઈ પટેલ, કુંવરાભાઈ ચૌધરી,ડામરભાઈ ખરસણ,શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરી,પૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ પટેલ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર ના ઉપપ્રમુખ એવમ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વાઢીયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, નાથાભાઈ પટેલ,સુરેશભાઈ આર.પટેલ અધગામ,નરેશભાઈ પટેલ,આઈ. ટી.આઈ.કોલેજના આચાર્ય ચિરાગભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય,સુપર વાઈઝર,એમ.વી. પટેલ,ભગીરથભાઈ ચૌધરી, દેવરાજભાઈ પટેલ,જેવરાજભાઈ પીલિયાતર,ખાનાભાઈ વણકર, બબીબેન ચૌધરી,વિપુલભાઈ ચૌધરી,દિનેશભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ,જીતુભાઈ કુંભાર તથા સ્ટાફગણે ખુબ જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન આચાર્ય ઈશ્વરભાઈ બી. પટેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધી ભરતભાઈ લીંબાચિયાએ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!