AHAVADANG

108 ઇમરજન્સી સેવાના વડા શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત લીધી;

 

વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ

108 ઇમરજન્સી સેવાના વડા શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત લીધી;ઓફ ઓપરેશન ઇમરજન્સી સર્વિસ, ગુજરાત રાજ્યના વડા શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત કરી સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ શ્રી સતીશ પટેલે ત્રીજા દિવસે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓની મુલાકાત લીધી હતી. આ પ્રંસગે તેમણે જણાવ્યુ હતુ કે, 24×7 ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત આરોગ્ય કર્મીઓનો જુસ્સો વધારવા માટે તેઓ દરેક વિસ્તારમા જઈ મુલાકાત કરશે, તેમજ વધુ સારી રીતના સેવાઓ થઈ શકે તે માટે સૂચનો પણ કરશે.

ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક જેવી સમસ્યાઓ હોવાના કારણે તેમણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ પણ આપ્યા છે, જેથી નેટવર્ક સમસ્યાને ટાળી શકાય. વધુમા તેઓએ ઇમરજન્સી વખતે 108 સેવાઓનો ઉપયોગ કરવા માટે લોકોને અનુરોધ કર્યો હતો.

ડાંગ જિલ્લામા કુલ 108 ઇમરજન્સી વાનની સેવાઓ, જયારે 4 ખીલખિલાટ વાહન સેવાઓ જિલ્લામા કાર્યરત છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!