KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી:એક પત્રકાર પટકાતા ઈજાગ્રસ્ત

તારીખ ૧૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે તાજેતરમાં પાછલા દશ પંદર દિવસોથી નાળાના મધ્યભાગમાં એક દોઢ બે ફૂટના ભુવા સમાન ખોડો પડતા કોલેજ રોડ પર આવતા જતા વાહન ચાલકોને માટે ભયજનક બની રહયો છે,દિવસે પણ આ ખાડામાં વાહનચાલકો પટકાતા જોવા મળી રહ્યા છે જ્યારે રાત્રીના સુમારે અજાણ્યા વાહન ચાલકો આ ભુવાને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ભુવાને કારણે સોમવારે બપોરે સ્થાનિક એક પત્રકારની મોટરસાયકલ ભુવાના ખાડામાં પટકાતા પત્રકારને નાની મોટી ઈજાઓ‌ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે એક તરફ સ્ટેશન રોડ માર્ગ અને મકાન વિભાગના દાયરામાં આવે છે જ્યારે કોલેજ રોડ પાલિકા હસ્તકનો છે જેને કારણે આ ભુવાના સમારકામ માટે બન્ને તંત્ર એકબીજાને ખો‌ આપીને નજરઅંદાજ કરી રહ્યા છે પરિણામે પાછલા દશ પંદર દિવસોથી વાહનચાલકો ભોગ બની રહ્યા છે. જોકે આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર કોલેજ રોડનું આ નાળું અને અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર લાઇન પાલિકા દ્વારા બનાવવામાં આવેલ હોવાથી આ ભુવા અંગે પાલિકાએ જવાબદારી સ્વીકારીને સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!