GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ વૃંદાવન સોસાયટીમાં મોટરસાયકલ હટાવતા પાડોશી એ લાકડીઓ વડે હુમલો કરતા એક ઈજાગ્રસ્ત નોંધાઈ ફરીયાદ

 

તારીખ ૧૧/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની વૃંદાવન નગર સોસાયટીમાં રહેતા હિમાલીબેન બ્રહ્મભટ્ટ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓની ઘર સામે રહેતા કમલેશભાઈ સોમાભાઈ ડબગર તથા તેઓના ઘરના માણસો સવારના વાર ઘરની આગળ મોટરસાયકલ મુકતા હતા અને તે બાબતે અવારનવાર તેઓ વચ્ચે બોલાચાલી થતી હતી મંગળવારના રોજ સવારે દશ કલાકે કમલેશભાઈ ના પત્ની ગીતાબેન સાથે રસ્તામાં મોટરસાયકલ મુકવા બાબતે સુરેશભાઈ ને બોલાચાલી થઈ હતી ત્યારબાદ રાત્રે 9:00 વાગે ઘરની આગળ એક ફોરવીલ ગાડી આવવાથી ફરિયાદીના પતિ પોતાની મોટરસાયકલ હટાવવા ગયા હતા અને કમલેશભાઈ ની મોટરસાયકલ પણ સાઈડ પર મૂકેલી ત્યારબાદ કમલેશભાઈ તેમના પત્ની ગીતાબેન અને તેમના પુત્રો મિતેશભાઈ અને ધનેશભાઈ દોડી આવ્યા હતા અને અમારી મોટરસાયકલ કેમ હટાવેલ છે તેમ કહી તેમના પતિ અનિલભાઈ ઉપર લાકડીઓથી હુમલો કર્યો હતો તેઓને છોડાવવા તેઓના સસરા સુરેશભાઈ છોડાવવા પડતા મીતેશભાઈ અને ધનેશભાઈએ તેમને પણ માથામાં લાકડીઓ ના ફટકા માર્યા હતા જેથી તેઓને માથામાં લોહી નીકળ્યું હતું. ઇજાગરાત તો સુરેશભાઈને કાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે કમલેશભાઈ સોમાભાઈ તથા તેઓના પત્ની ગીતાબેન અને બંને પુત્રો મિતેશભાઈ અને ધનેશભાઈ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!