AHAVADANG

ડાંગ: વઘઇથી સાપુતારાને જોડતા માર્ગનાં બાજ ગામ નજીક પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બાજ ગામ નજીક પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો….પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતનાં અંકલેશ્વર ખાતે દૂધનો જથ્થો ખાલી કરી પરત મહારાષ્ટ્રમાં આવી રહેલ ટ્રક.ન.એમ.એચ.17.બી. વાય.4660ને વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બાજ ગામ નજીક એક પિકઅપ વાન ચાલકે પુરઝડપે ગફલતભરી રિતે રોંગ સાઈડમાં હંકારી ટક્કર મારતા સામે ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત પિકઅપ વાનને જંગી નુકશાન થયુ હતુ. જ્યારે ચાલકો અને ક્લીનરોને નાની મોટી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.આ બનાવ સંદર્ભે ટ્રક ચાલકે પિકઅપ વાન ચાલક વિરુદ્ધ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!