AHAVADANG

ડાંગ: ટાટા આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટો રમાડનાર રાજકોટનાં ત્રણ ઇસમોની ડાંગ પોલીસે ધરપકડ કરી….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની આહવા એલ.સી.બી અને સાપુતારા પોલીસ મથકની સંયુક્ત ટીમે શામગહાન ગામેથી ટાટા આઇપીએલ 20-20 મેચ ઉપર એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરી સટ્ટો ચલાવતા ત્રણ ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર હાલમાં ભારત દેશમાં TATA IPL-2023ની T-20 ક્રીકેટ મેચ ચાલતી હોવાથી કેટલાક અસામાજીક ત્તત્વો દ્વારા ક્રિકેટ મેચ ઉપર પૈસાની હાર જીતનો સટ્ટો રમવાની પ્રવૃતિ મોટા પાયે ચાલતી હોય જેથી દક્ષિણ ગુજરાતમાં પણ આવા સટ્ટોડિયાઓને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે અધિક પોલીસ મહાનિદેશક સુરત વિભાગ દ્વારા ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાંઓને સૂચનો કર્યા હતા.ડાંગ જિલ્લાનાં પોલીસ વડાનાં સૂચનો અને માર્ગદર્શન હેઠળ ગતરોજ ડાંગ જિલ્લાનાં એલ.સી.બી પી.એસ.આઈ જયેશભાઇ વળવી તથા સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે.નિરંજનની ટીમો એલર્ટ બની હતી.તે દરમ્યાન ડાંગ એલ.સી.બી.પી.એસ.આઇ જે.એસ.વળવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે  સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શામગહાન જોગબારી રસ્તા ઉપર આવેલ ગ્રીન રિસોર્ટ ટેન્ટમાં મનિષ નામનો વ્યકિત અન્ય માણસો સાથે રાખી હાલમાં  ભારતમાં રમાતી TATA IPL-20-20 કિક્રેટ ટુનામેન્ટની મેચો ઉપર એપ્લીકેશન/સોફટવેરનો ઉપયોગ કરી મોબાઇલ ફોનથી અને લેપટોપ વડે સેસન બાય સેસન તથા રનફેર ઉપર મેચના હાર-જીતના પરીણામ અંગે ક્રિકેટનો સટ્ટો ચલાવે છે.જે આધારે એલ.સી.બી.સ્ટાફ તથા સાપુતારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. તથા પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ભારતમાં રમાઇ રહેલી TATA IPL-20-20 ટુર્નામેન્ટ મેચ રોયલ ચેલેન્જર્સ બેગ્લોર VS કોલકાતા નાઇટ રાઇડર વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા અને રમાડતા ઈસમોમાં મનિષભાઇ રમેશભાઇ રંગાણી ઉ.વ.44 રહે.બ્લોક નં.101, રાધેશ્યામ કોમ્લેક્ષ પાઠક સ્કુલ પાસે, રાજકોટ (2) સાગરભાઇ ગોબરભાઇ જેતપુરીયા ઉ.વ.34 રહે.બી-12 ગ્રીનપાર્ક શેરી નં.05,ચારનવાડીની પાસે ભક્તિનગર, રાજકોટ (3) અનિલભાઇ સેવકરામ તલાડીયા, ઉ.વ.50, રહે.શાસ્ત્રીનગર શેરી નં.3/7 પોપટપરા નાલાની સામે, જંકશન પ્લોટ, રાજકોટનાઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.આ ત્રણેય આરોપીઓએ ટેબલેટમાં મેજીક ટી.વી.નામની એપ્લીકેશનમા નીહાળી લેપટોપમાં GAME8.6 નામના સોફટવેરમાં હાર જીતના આંકડા ટુકા નામ સામે લખી મોબાઇલ ફોન ઉપર ગ્રાહકો સાથે વાતોચીતો કરી લાઇવ રમાતી મેચોમાં ટીમના સેસન દર સેસન રન ઉપર દાવ લગાડી સેસન પ્રમાણે નસીબ અજમાવી રૂપીયા કમાવવા દાવ લગાવી હાર જીતનો જુગાર રમી રમાડી નાણાકિય સોદાઓ કરતા જણાઈ આવતા પોલીસની ટીમે આ ત્રણે આરોપીઓનાં કબ્જામાંથી રોકડા રૂ.50,560/- તથા લેપટોપ નંગ-02 કિ.રૂ.40,000/- તથા સેમસંગ કંપનીનુ ટેબલેટ નંગ-01 કિ.રૂ.10,000/- તથા મોબાઇલ ફોન નંગ-16 કિ.રૂ.1,10,500/- તથા ફોરવ્હીલ ગાડી નં.GJ-03-MR-3520ની કિ.રૂ.15,00,000 મળી કુલ કિ.રૂ.17,11,060/-નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

Back to top button
error: Content is protected !!