GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘તમાકુ નિષેધ દિવસ’ની ઉજવણી કરાઈ







MORBI:મોરબીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘તમાકુ નિષેધ દિવસ’ની ઉજવણી કરાઈ


મોરબીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અન્વયે પરિમલ પ્રાથમિક શાળા વિસીપરા ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરશ્રી રાહુલભાઈ પરમાર દ્વારા કિશોરીઓને તમાકુના સેવનથી થતા નુકશાન અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટરશ્રી મયુરભાઈ સોલંકી દ્વારા મહિલાઓ દ્વારા કરવામાં આવતા તમાકુના સેવન અને તે અંગેની અસરો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ તકે તમાકુ અંગેની જાગૃતિ માટેની રંગોળી સ્પર્ધા થકી કિશોરીઓએ તમાકુ નિષેધ અંગે સંદેશો આપ્યો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામ અપાયા હતા.




