DEVBHOOMI DWARKA
-
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાનેલી ગામના વિનોદ કરમુરે મલેશિયા ખાતે આયોજિત ૧૦મી આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ ૨૦૨૪માં મેળવ્યો સુવર્ણ ચંદ્રક
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધરતીપુત્રએ દ્રઢ સંકલ્પ અને પરિશ્રમથી મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ રાજ્ય સરકારના ખેલ મહાકુંભ જેવા આયોજન યુવાઓની રમતગમત ક્ષેત્રે…
-
દ્વારકા નગરપાલિકા દ્વારા એન.ડી.એચ હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના દસમા તબક્કા અંતર્ગત સરકારના ૧૩ વિભાગોની વિવિધ ૫૫ જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને તેમના નજીકના સ્થળે આપવામાં આવી રહ્યો છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકા દ્વારા એન. ડી. એચ. હાઈસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ અને સેવાઓ જેવી કે રેશનકાર્ડ, ઈ-કે.વાય.સી, આધારકાર્ડ અપડેટ, જન્મ મરણના પ્રમાણપત્ર, આવકના દાખલા સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા નગરપાલિકામાં સ્વચ્છતા રેલી યોજાઈ
માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા ‘સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે…
-
બાળકને આંખમાં થયેલ ગંભીર ઇજાની ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે સફળ સારવાર કરી બાળકની દ્રષ્ટિ બચાવતા તબીબો
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા જનરલ હોસ્પિટલ, જામ ખંભાલીયા,જિ.દેવભૂમિ દ્વારકા ખાતે તા.ર૯/૦૭/૨૦૨૪ સોમવારના રોજ આંખ વિભાગની ઓ.પી.ડી.માં ભરાણા ગામના સંદિપ નામના ૧૦ વર્ષના…
-
ગાંઘીનગર જિલ્લાના ગણિત વિજ્ઞાનના ટીચર શૈલા જોશીનું તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
તા. 11-08-2024ના રોજ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો…
-
જિલ્લા પંચાયત કચેરી, ખંભાળિયા ખાતે કૃષિ સખી/ પશુ સખી માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડયાએ સખી મંડળના બહેનોને પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કર્યું આહ્વાન પ્રાકૃતિક કૃષિમાં આમૂલ પરિવર્તન લાવવાના…
-
ભાણવડ તાલુકાની સરકારી વિનયન કૉલેજ ખાતે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
પર્યાવરણના સંતુલન માટે વૃક્ષોનું જતન એ એકમાત્ર ઉપાય: વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ વૃક્ષારોપણ…
-
દેશભકિતના રંગે રંગાયું ખંભાળિયા શહેર : ખંભાળિયા ખાતે તિરંગા યાત્રા યોજાઇ
અધિકારીઓ,પદાધિકારીઓ, અગ્રણીઓ, સુરક્ષા કર્મી, છાત્રો અને શહેરીજનો યાત્રામાં જોડાયા *** માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે તા. ૦૮…
-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છવાઈ રાષ્ટ્રભક્તિની લહેર; ભાણવડ ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઇ
પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, કલેકટર શ્રી જી.ટી.પંડ્યા સહિતના મહાનુભાવોએ વિશાળ તિરંગા યાત્રાને લીલીઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન *** મેઘવર્ષા વચ્ચે ઉપસ્થિત…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકાના હર્ષદ ખાતે રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું લોકાર્પણ
દેવભૂમિ દ્વારકા, તા. ૮ ઓગસ્ટ – રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરેથી “એક પેડ માઁ કે નામ” અભિયાનની સાથે ૭૫મા વન મહોત્સવ- ૨૦૨૪નો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ દરિયા કિનારે નિર્મિત રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આજે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવીમાં હર્ષદ માતાના મંદિરના સાનિધ્યમાં ૭૫મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે “માતૃવન”ના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સવા સાત કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોથીત્રસ્ત છે, ત્યારે વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને ગુજરાતે ૭૫મા વન મહોત્સવ અન્વયે “એક પેડ માઁ કે નામ” અભિયાનને વેગવાન બનાવ્યું છે.હર્ષદ ગાંધવી ખાતે નિર્માણ પામેલા ૨૩મા સાંસ્કૃતિક વન – હરસિદ્ધિ વનમાં ૪૧ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ વૃક્ષો વાવવાના છે. ૭૫મા વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં પાંચ હજાર જેટલા માતૃવનનું નિર્માણ કરાશે. બાળકોમાં વૃક્ષ વાવવાના અને તેના જતનના સંસ્કાર કેળવાય એટલા માટે રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરી દેવાયો છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુએ ૪૦ હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે દ્વારકાના ગાંધવીમાં દરિયા કિનારે સુંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે. આટલે દૂર સુંદર વન બની શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી તેમજ સાંસ્કૃતિક નિર્માણનો આગવો વિચાર આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણને સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે. “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત અહીં એક માતૃવન નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આસપાસના ગામના લોકો એક એક ઝાડ વાવશે ત્યારે અહીં વિશાળ વન ઊભું થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. જે અંતર્ગત આજે ૨૩મું સંસ્કૃતિક વન હરસિધ્ધિ મંદિર પાસે નિર્માણ પામ્યું છે. દ્વારકાના આંગણે આ બીજું સાંસ્કૃતિક વન છે. અગાઉ દ્વારકા પાસેના જ્યોતિર્લિંગ નાગેશ્વર પાસે નાગેશ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું હતું. આવનારી પેઢીનું ભાવિ સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન અને ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એ જ માત્ર ઉપાય છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ મુજબ આપણે સાંસ્કૃતિક વનોને ધાર્મિક આસ્થાના તીર્થસ્થળો સાથે જોડ્યા છે અને તીર્થદર્શન સાથે પ્રાકૃતિક પ્રેમને ગુજરાતે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન, દ્વારકામાં નાગેશ્વર ખાતે નાગેશ વન સાથે હવે હરસિધ્ધિ વન તથા સુદામાનગરી પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મ સ્થળની પ્રવાસન સર્કિટ લોકોને આકર્ષશે. દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ૭૫મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ૭૫મા વન મહોત્સવ પ્રસંગે જિલ્લાને ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનની ભેટ મળી છે. આ સ્થળ દર્શનાર્થીઓ માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડ તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૫ કરોડથી વધુની રકમ હર્ષદ માતાજી મંદિર તેમજ આજુબાજુ વિકાસ માટે મંજૂર કર્યા હોવાની જાહેરાત પણ તેમણે કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા જન ભાગીદારી તેમજ સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ અને પ્રોત્સાહિત કરીને વન પેદાશોમાં વધારો કરવા બિન ઉત્પાદક જમીનનો ઉપયોગ કરી વૃક્ષારોપણ થકી આજીવિકાની વિપુલ તકો નિર્માણ કરવા માટે સામાજિક વનીકરણ વિભાગની અનેકવિધ યોજનાઓ અમલી છે.…









