DEVBHOOMI DWARKADWARKA

દ્વારકા નગરપાલિકા દ્વારા એન.ડી.એચ હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના દસમા તબક્કા અંતર્ગત સરકારના ૧૩ વિભાગોની વિવિધ ૫૫ જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને તેમના નજીકના સ્થળે આપવામાં આવી રહ્યો છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકા દ્વારા  એન. ડી. એચ. હાઈસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

           સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ અને સેવાઓ જેવી કે રેશનકાર્ડ, ઈ-કે.વાય.સી, આધારકાર્ડ અપડેટ, જન્મ મરણના પ્રમાણપત્ર, આવકના દાખલા સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!