દાહોદ જિલ્લામાં અતિસય વરસાદના કારણે દાહોદ જિલ્લાના ખેડૂતોને નુકશાન થયું છે તે સર્વે કરી તાત્કાલિક ચૂકવણી કરવા આમ.આદમી.પાર્ટી દાહોદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

તા. ૦૫. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
આજરોજ ગુરુવાર.૧૨.૩૦ કલાકે વાત કરીયેતો આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરાઈ જેમાં જણાવવામા આવ્યુ કે હાલ છેલ્લા ૧૦ દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભાઈ વરસાદ પડ્યો છે જેમાં દાહોદ જિલ્લામાં પણ ભારેથી અતી ભારે વરસાદ પડ્યો ત્યારે દાહોદ જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉઘાવેલ ઉભા પાકને ઘણુંજ નુકસાન થયું છે જેના કારણે ખડુતોના માથા પર આભ તૂટી પડ્યો છે.અને સાથે સાથે કાચા મકાનો પણ ધરાસાઈ થયા છે. અને મુંગા પશુઓના મોત થયા છે જેને લઈ સરકાર તરફથી આપવામાં આવતી સહાય સર્વે કરી તાત્કાલિક ધોરણે તપાસ કરી ખેડુતોને આપવામાં આવે એવી માંગ કરી છે




