GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર દ્વારા ઓપરેશ સિંદૂરની ભવ્ય સફળતા બદલ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

 

 

MORBI:મોરબીના ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર દ્વારા ઓપરેશ સિંદૂરની ભવ્ય સફળતા બદલ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

 

ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ ” ઓપરેશન સિંદુર” નાં શૌર્યતાસભર સાહસ નેં બિરદાવવા ભારતભરમાં ” તિરંગા યાત્રા” દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે.


સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકો માં પણ ઉતરે, દેશ પ્રેમ માં વધારો થાય એ હેતુસર લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી માં ચાલતાં “ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્ર” નાં બાળકો દ્વારા ગઈકાલે સાંજે ભારતમાતા પુજન,તિરંગા યાત્રા અને બૌદ્ધ નગરમાં આવેલ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનાં અતિથિ વિશેષ વિશ્વ હિન્દુ પરિષદ નાં મોરબી જિલ્લા સહમંત્રી એડવોકેટ પુષ્પરાજસિંહ જાડેજા, તથા સેવા વિભાગ શિક્ષા આયામ સંયોજક લલિતભાઈ પાન્ડેજી દ્વારા ભારત માતા પુજન કરી યાત્રાનો નારા સાથે ઉર્જામય વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો.સંસ્કાર કેન્દ્રનાં બાળક જયરાજ વિક્રમભાઈ ટુંડીયા દ્વારા બાબાસાહેબની પ્રતિમાનેં પુષ્પ હાર તથા જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી આખાં વિસ્તારમાં લોકો દ્વારા ભારત માતા તથા બાળકો પર પુષ્પવર્ષા કરી આયોજનનેં વધાવી લીધું.


કાર્યક્રમનું આયોજન કેન્દ્રનાં વાલી વિક્રમભાઈ ટુંડીયા તથા સંચાલક ગૌરીબેન ટુંડીયા દ્વારા કરવામાં આવ્યું.
કાર્યક્રમનાં અંતે બધાં જ બાળકોનેં નાસ્તો અને ચોકલેટ અનન્યાબેન કુનપરા દ્વારા કરાવવામાં આપવામાં આવ્યાં.

Back to top button
error: Content is protected !!