GUJARATSURENDRANAGARTHANGADH

થાનગઢ વગડીયા રોડ પર વિદેશી દારૂના જથ્થા સાથે એક ટાટા 407 સહિત એક કાર સાથે રૂ.9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.29/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી,અમુક વાહનો વીદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના આપતા એલસીબી ટીમના પીઆઈ વી વી ત્રિવેદી, પીએસઆઇ જી એસ સ્વામી, એએસઆઈ એમ આર રાજપરા, કુલદીપ ભાઈ બોરીયા, કરસનભાઈ લોહ સહિત સમગ્ર ટીમ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાનગઢ વગડીયા હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ કરી ચોકકસ બાતમી હકીકત મેળવી, સત્યપાલ ઠાકરારામ બિશ્નોઇ રહે.મીઠડાખોડત થાના જી.બાડમેર રાજસ્થાન તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર, હરદિપભાઇ વલકુભાઇ ખાચર રહે થાનગઢ મફતીયાપરા ઝાલાવાડ પોટરી પાસે થાનગઢ તથા સાથે મદદ કરનાર આરોપી નં. પ્રદીપભાઇ દોલુભાઇ ખાચર રહે.થાનગઢ મફતીયાપરા ઝાલાવાટ પોટરી પાસે થાનગઢ વાળાઓને વિદેશી દારૂની 750 એમ એલ બોટલ નંગ 369 જે એક બોટલની કિ.રૂ.400 લેખે ગણી જોતા કુલ રૂ.1,47,600 તથા 180 એમ એલની બોટલ નંગ 816 ની કિ.રૂ.81,600, બીયર ટીન 500 એમ એલના ટીન નંગ.406 જે એક બીયર ટીનના 100 લેખે ગણી કિ.રૂ.40,600 મળી કુલ કિ.રૂ.2,69,800 તથા ટાટા 407 વાહનની કિ.રૂ.5,00,000 તથા અલ્ટો કાર જેની કિ.રૂ.1,50,000 તથા મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.20,500 એમ કુલ મળીને કિ.રૂ.9,40,300 ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી ઉપરોકત ઇસમો તેમજ તપાસમાં ખુલે તે ઇસમો સામે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!