ANAND CITY / TALUKO

આણંદમાં પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાય.

તાહિર મેમણ – આણંદ – 28/02/2025 – આણંદ જિલ્લા પંચાયતના આઇ.સી.ડી.એસ. વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ટેક હોમ રાશન અને મિલેટ આધારિત વાનગીઓ માટે કુલ 32 ટીમોએ ભાગ લીધો.

કાર્યક્રમ દરમિયાન છ માસ પૂર્ણ કરેલા બાળકોનું અન્ન પ્રાશન કરાવવામાં આવ્યું. સ્પર્ધામાં વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ આંગણવાડી કાર્યકર્તા બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલે વડીલોના આહારમાં મિલેટ્સના મહત્વ વિશે વાત કરી. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી. કથીરીયાએ વડાપ્રધાનના મિલેટ્સને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની સરાહના કરી.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેન શાહે જણાવ્યું કે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ટેક હોમ રાશન અને મિલેટ્સથી બનતી વાનગીઓની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમમાં સાંસદ મિતેષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, સીડીપીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!