ANANDANAND CITY / TALUKOGUJARAT

સીવીએમ યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજ દ્વારા દીપ પ્રજવલન અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો

સીવીએમ યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજ દ્વારા દીપ પ્રજવલન અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો

તાહિર મેમણ – આણંદ – 14/02/2026 – સીવીએમ યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજ દ્વારા તારીખ 13.02.2026ના રોજ તેના બી.એસસી. નર્સિંગ અને જી.એન.એમ.ના ત્રીજા બેચ માટે દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, એરીબાસના જાણીતા પરોપકારી અને મુખ્ય આશ્રય દાતા શ્રી અશોક પટેલ અને શ્રીમતી રીટા એ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના માનનીય પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, ‘’AYUSH and Allied Health Sciences’’ના ડાયરેક્ટર ડો.આર.ડી.પટેલ હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ પરંપરાગત દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ દ્વારા નર્સિંગના ઉન્નત ક્ષેત્ર પ્રત્યેની તેમની નિષ્ઠા અને સમર્પણ દર્શાવ્યું હતું, આ પ્રસંગે વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠતા માટે વિદ્યાર્થીઓને 12 શૈક્ષણિક પ્રગતિ એવોર્ડ અને 34 સ્પોર્ટ્સ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર સીધારામ સરાટેના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પ્રિયંકા મેકવાન અને શ્રીમતી જુલીયા ચૌહાણે કર્યું હતું, અંતમાં આ કાર્યક્રમની આભાર વિધિ શ્રીમતી શેરોનકેરલ રાજે કરી હતી. સમગ્ર કાર્યક્રમ યોજવા બદલ ચારુતર વિદ્યા મંડળના પદાધિકારીઓ મનીષભાઈ પટેલ, એસ.જી. પટેલ, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!