MORBI:મોરબી માં હોળી ધુળેટી નો તહેવાર ધામધૂમથી ઉજવાયો!
MORBI:મોરબી માં હોળી ધુળેટી નો તહેવાર ધામધૂમથી ઉજવાયો!

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હોળી અને ધુળેટી નો તહેવાર ભક્તિ ભાવથી અને રંગો નાં મનોરંજન ભર્યા વાતાવરણ માં ધામધૂમથી ઉજવાઈ ગયો છે . મોરબીની નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્ક માં નવા વિકસિત એરીયો હોય મોટી સંખ્યામાં લોકો ની વસ્તી ધરાવતા વિસ્તાર થઇ ગયો છે જ્યાં દર વર્ષે હોળીનું આયોજન થાય છે તે રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું થયું કપીલ ભાઈ પટેલ તેમજ યુવાનોએ મહેનત કરીને હોળીનું આયોજન કર્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કર્યા હતા ધાણી દાળિયા હોળી માં હોમીને દર્શન કર્યા હતા જ્યારે ઘણા લોકો હોળી ને પ્રદક્ષિણા ફરતાં હતાં . હોળીનું મહત્વ પ્રહલાદ નાં જીવન ચરિત્ર સાથે જોડાયેલી હોય લોકો ભક્તિ ભાવથી પણ દર્શન કરવા આવે છે જ્યારે બીજા દિવસે ધુળેટી મનાવાય છે લોકો રંગ ભરીને પિચકારીઓ એક બીજા પર છોડી ને આનંદ માણી રહ્યા હતા નાના બાળકો પણ રંગે રમ્યા હતા. એકંદરે ભક્તિ ભાવથી અને મનોરંજન ભર્યા વાતાવરણ માં સમગ્ર મોરબી વિસ્તારમાં હોળી ધુળેટી નો તહેવાર ઉજવાઈ ગયાં છે.










