ARAVALLIGUJARATMODASA

મોડાસામાં એલ.સી.બી.ની રેડ : બે પરપ્રાંતિય ઇસમો વિદેશી દારૂ સાથે ઝડપાયા, બંને ઇસમો આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું તપાસમાં સામે આવ્યું 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં એલ.સી.બી.ની રેડ : બે પરપ્રાંતિય ઇસમો વિદેશી દારૂ સાથે ઝડપાયા, બંને ઇસમો આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું તપાસમાં સામે આવ્યું

મોડાસા: અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તે અંતર્ગત એલ.સી.બી. અરવલ્લી ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે પરપ્રાંતિય ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન તેમજ નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ મોડાસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે મોટર સાઇકલ નંબર GJ-24-AD-7262 પર બે ઇસમો સહયોગ ચોકડી તરફથી મધુવન સોસાયટી તરફ ગેરકાયદેસર દારૂ લઈ જઈ રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે મધુવન સોસાયટી પાસેના માધવ ફ્લેટ આગળ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ મોટર સાઇકલ આવતા તેને અટકાવી તપાસ કરતા એક સફેદ બેગમાંથી રોયલ સ્ટેગ ડિલક્સ વિસ્કી (180 મી.લી.)ની શિલબંધ બોટલો મળી આવી હતી.પોલીસ તપાસમાં આરોપીઓના નામ અભીજીત મહેશભાઈ વાઘ (મૂળ ગ્વાલીયર, મધ્યપ્રદેશ, હાલ મધુવન રેસીડેન્સી, મોડાસા) તથા જયદીપસિંહ જસબીરસિંહ સિંહ (મૂળ બરેલી, ઉત્તર પ્રદેશ, હાલ મધુવન રેસીડેન્સી, મોડાસા) બને આરોપીઓ મધુવન માં અર્ચના બેનના મકાનમાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું હતું. બંનેએ પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું પણ જણાવ્યું હતું.પોલીસે બંને પાસેથી દારૂ, બે મોબાઇલ ફોન અને મોટર સાઇકલ મળી કુલ રૂ.30,325નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે બંને સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!