AHAVADANG

ડાંગ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લામાં પ્રજા કલ્યાણના શરૂ ન થઈ શકેલા વિકાસ કામો પરત્વે સૂક્ષ્મ સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રીએ, આવા કામો પરસ્પર સંકલન સાધી સત્વરે પૂર્ણ થાય તે માટે તાકીદ કરી હતી.બે વિભાગો વચ્ચે અટવાયેલા કામો, યોજનાકીય લાભો પરત્વે ઉદાસીન વલણ ધરાવતા અમલીકરણ અધિકારીઓને આડે હાથે લેતા મંત્રીશ્રીએ, વિકાસ કામો આડે વિઘ્ન ઊભું કરતા પ્રશ્નો પરત્વે, સત્વરે નિકાલની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની પણ તાકીદ કરી હતી.

પ્રભારી મંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારમાં વિકાસ કામો ખોરંભે ન પડે તે જોવાની સૌ અમલીકરણ અધિકારીઓની અંગત જવાબદારી છે, તેમ સ્પષ્ટપણે કહ્યું હતું.

જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સહિત આહવા જેવા શહેરી વિસ્તારમાં પાણીની ઉદભવતી સમસ્યાનો સત્વરે હલ લાવવાની તાકીદ કરતા શ્રી હળપતિએ, પાણીના પ્રશ્ને જરૂર પડ્યે ટેન્કરથી પણ પાણી પહોંચાડી, આવા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની તાકીદ કરી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રભારી મંત્રીશ્રીની સમીક્ષા બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગ સહિત જિલ્લા આયોજન મંડળના વિવિધ વિકાસ કામોની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન ગુજરાત વિધાન સભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે પ્રજા પ્રતિનિધિઓની રજૂઆતો પ્રત્યે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સંવેદનશીલ અભિગમ અપનાવે તે જરૂરી છે તેમ જણાવ્યુ હતું.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચુટાયેલા પ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે ગંભીરતા દાખવવાની પણ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિએ આ વેળા તાકીદ કરી હતી.

બેઠકમાં આગામી ચોમાસાને ધ્યાને લેતા પ્રિ મોનસુન કામગીરી, શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ, માર્ગ અને મકાન વિભાગની કામગીરી, સિંચાઇ-ખેતી-પશુપાલનની કામગીરી, ગ્રામ વિકાસ વિભાગ, નેશનલ હાઇ-વે, વન અને પ્રવાસન, આંગણવાડી, વાસ્મો-પાણી પુરવઠા અને સિંચાઇ, રોજગાર અને રમત-ગમત, બાળ વિકાસ અને સમાજ સુરક્ષા વિભાગ, સુજલામ-સુફલામના કામો, મનરેગા અને સ્વછતા અભિયાનના કામો સહિત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, આવક-જાતિના દાખલા, સિવિલની સેવા, દુર્ગમ ગ્રામ્ય માર્ગો, જેવા મુદ્દે પણ પ્રભારી મંત્રીશ્રીએ ઝીણવટભરી ચર્ચા હાથ ધરી હતી.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતીએ તેમના પ્રવાસ દરમિયાન સમાજના જુદા જુદા ક્ષેત્રના વ્યક્તિ વિશેષને મળી ઉત્કૃષ્ટ જનસંપર્ક અભિયાન હાથ ધર્યુ હતુ. મંત્રીશ્રીએ ડોક્ટર, વકિલ, નિવૃત્ત સરકારી અમલદાર, રાજવી પરિવાર, ખેલ પ્રતિભા સહિત અદના કાર્યકરો અને પ્રજાજનોને રૂબરૂ મળી ઉપયોગી જાણકારી મેળવી હતી.

પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતીની અધ્યક્ષતામાં યોજાયેલી સમિક્ષા બેઠકમા ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, તાલુકા પંચાયતોના અધ્યક્ષશ્રીઓ, કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત જિલ્લાના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!