MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્વ લાલજીભાઈ છગનભાઈ ઘોડાસરા ની પુણ્યતિથિ નિમિત્તે સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો

MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્વ લાલજીભાઈ છગનભાઈ ઘોડાસરા ની પુણ્યતિથિ નિમિત્તે સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો હંગર પ્રોજેક્ટ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમ રાસંગપરના પાટિયા પાસે તા માળિયા (મિ) હાઈવે ખાતે રહેતા ૪૦ વૃદ્ધોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્ય લા અશ્વિનભાઈ ઘોડાસરાના સ્વ પિતાશ્રી લાલજીભાઈ છગનભાઈ ઘોડાસરા ની પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો આ ભોજન ના દાતા ગંગા સ્વરૂપ ચંચીબેન લાલજીભાઈ ઘોડાસરા હતા વડીલો સાથે પ્રાર્થના કરી લાયન્સ સભ્યો દ્વારા ભોજન પીરસવામાં આવ્યું આ હંગર પ્રોજેક્ટના ચેરમેન લા અશ્વિનભાઈ ઘોડાસરા હતા આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી અને ઝોન-૫ ના ઝેડ સી લા કેશુભાઈ દેત્રોજા પૂર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા ચંદુભાઈ કુંડારિયા અને સભ્યો લા મહાદેવભાઈ ચિખલિયા અને જયસુખભાઈ વ્યાસ હાજર રહ્યા હતા વડીલોનાં આશીર્વાદ મેળવી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવ્યો તેમ પુર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા અને સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા ની યાદીમાં જણાવવામાં આવે છે







