BANASKANTHADEODAR

બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે ‘દૂધ દિન’ અને ‘મહિલા જાગૃતિ કાર્યક્રમ’ની ઉજવણી કરવામાં આવી*

*બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે ‘દૂધ દિન’ અને ‘મહિલા જાગૃતિ કાર્યક્રમ’ની ઉજવણી કરવામાં આવી*

 

પ્રતિનિધિ :દિયોદર કલ્પેશ બારોટ

 

બનાસ ડેરી અને GCMMF ના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે ‘દૂધ દિન’ અને ‘મહિલા જાગૃતિ કાર્યક્રમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને બનાસ ડેરીના ચેરમેન તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.આ પ્રસંગે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે પોતાના અનુભવો શેર કર્યા હતા અને પશુપાલકો તેમજ મહિલાઓનું સન્માન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ડેરીની વિકાસયાત્રા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્ષ 1969માં ગલબાકાકા દ્વારા ખેડૂત આગેવાનો સાથે મળીને જે પાયો નંખાયો હતો, તે બનાસ ડેરી આજે વિશ્વપ્રસિદ્ધ બની છે. બનાસકાંઠા જિલ્લાની 1707 મંડળીઓ, જેમાં 159 કાર્યરત મહિલા મંડળીઓનો સમાવેશ થાય છે, તેમના સહયોગથી આજે આ ડેરી ₹24,000 કરોડનું ટર્નઓવર ધરાવતી દેશ અને દુનિયાની અગ્રણી કંપની બની છે. તેમણે ડેરીના વિવિધ વિભાગો અને IVF પ્લાન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્લાન્ટ્સમાં મોટી સબસિડી આપવામાં આવી છે, તે બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુ માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાની પશુપાલક મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાની માતાઓ અને બહેનોએ દૂધ ક્રાંતિ લાવીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તેમણે સરકારની પશુપાલકો અને ખેડૂતો પ્રત્યેની કટિબદ્ધતા દોહરાવતા જણાવ્યું હતું કે સરકાર ગાય માતાના સંરક્ષણ અને ગૌ-હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે મક્કમ છે. આ પ્રસંગે તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને પશુપાલકો માટેના કાર્યોની વિગતો આપી હતી.દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરી દ્વારા આયોજિત “દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ” પશુપાલક મહિલાઓને સશક્ત બનાવવા અને દૂધ ઉત્પાદન વધારવા પર કેન્દ્રિત છે. શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં દૂધના ભાવમાં વધારો, પશુ સંવર્ધન, અને ગૌમૂત્ર આધારિત આવક જેવી નવીન પહેલો દ્વારા મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમના મુખ્ય અંશો ની વાત કરી એ મહિલા સશક્તિકરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને પશુપાલનમાં ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે જાગૃત કરવાનો છે.બનાસ ડેરી પશુપાલકોને વધુ ભાવ અને પશુઓના વૈજ્ઞાનિક સંવર્ધન દ્વારા દૂધ ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કરે છે.ગૌમૂત્ર અને અન્ય પશુ-આધારિત ઉત્પાદનો દ્વારા મહિલાઓની આવકમાં વૃદ્ધિ કરવાની પહેલ કરી છે.રાજ્યમાં મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં ૨૧% નો વધારો થયો છે. આ કાર્યક્રમો ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારીને તેમને આત્મનિર્ભર બનાવી રહ્યા છે…

Check Also
Close
Back to top button
error: Content is protected !!