GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલા તાલુકાનાં સુદામડા ગામે ખનીજ ચોરી કર્યાની 40 ઈસમો સામે 1.92 કરોડની નોંધાઇ ફરીયાદ 

તા.28/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે માઇન્સ એન્ડ મિનરલ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ તથા ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઈ લીગલ માયનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ મુજબ આ કામના આરોપીઓ ગભરુભાઈ સગરામભાઈ સાંબડ તથા સોતાજ હરિસિંહ યાદવ, કુલદીપભાઇ સોતાજભાઈ યાદવ તથા ભરતભાઈ સાર્દુળભાઈ વાળાના ગેરકાયદેસર કાળા પથ્થર ચોરી કરવાનું ગુન્હાહિત કાવતરું રચી જેમાં રેડ દરમિયાન ખાણની અંદર એક્સકેવેટર મશીન દ્વારા ખોદકામ કરી આશરે 1800 મે.ટન કાળા પથ્થર કિં.રૂ. 7,14,420 ની ચોરી કરી પાંચ ડમ્પરો મારફતે પોતાના ક્રિષ્ના અને ન્યુ ક્રિષ્ના નામના ભરડિયામાં લઈ જઈ તેમજ પોતાના ન્યુ ક્રિષ્ના નામના ભરડિયામાં 17438.74 મેટ્રિક ટન કિં.રૂ. 69,21,435 બ્લેક ટ્રેપ ખેનીજનો જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરી તથા પોતાના ક્રિષ્ના નામના ભરડિયા 29371.35 મેટ્રિક ટન કિં.રૂ. 1,16,57,489 બ્લેક ટ્રેપ ખેનીજનો જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરી ગુન્હો કરવાની સાથે આ કામના આરોપીઓએ પોલીસ ખાતું તથા ખાણ ખનીજ ખાતું રેડ કરવા આવે અને પોતાની કાયદેસરની ફરજ બજાવી ન શકે અને તેમની ફરજમાં રુકાવટ કરવા માટે સૂત્રો નામનું 17 સભ્યોનું વોટ્સઅપ ગૃપ બનાવી તેમા અધિકારીઓના લોકેશન માટે વોઇસ મેસેજ તથા ટેક્ષ મેસેજથી વોચ રાખી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી ગુન્હો કરતા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે કુલ 40 શખશો સામે કુલ 48,610.09 મે.ટનની રૂ. 1,92,93,344 ખનીજ ચોરીની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!