MEHSANAMEHSANA CITY / TALUKO

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ બાગાયતી પાકોમાં સાવચેતીનાં પગલા

કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

મહેસાણા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૧૦.૦૫.૨૦૨૫ સુધી મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ થનાર છે. આ દરમિયાન મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અન્વયે બાગાયતી પાકોમાં સાવચેતીનાં પગલા લેવા અનુરોધ કરાયો છે.
મહેસાણા જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને જણાવાયું છે કે તા.૧૦.૦૫.૨૦૨૫ સુધી હવામાન વિભાગની આગાહી અનુસાર ૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકે ઝડપે પવન ફુંકાવાની સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જે અનુસંધાને ખેડૂત મિત્રોએ બાગાયતી ખેતી કરતા હોય તે તમામને નીચે મુજબના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

• હાલ પુરતું શાકભાજી પાકોમાં સિંચાઈ ટાળવું.
• જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.
•તૈયાર પાક લણી લેવો અને બજાર વ્યવસ્થા કરી લેવી.
• આંબા પર કેરી તૈયાર હોય તો ઉતારી બજાર વ્યવસ્થા કરી લેવી.
• પવનથી ડાળીઓ તૂટે નહીં તે માટે ટેકા મૂકવા.
• વધારે પવન દરમ્યાન ઝાડ પર ચડવું નહીં.
• પપૈયા નાં છોડને પવનની ગતિ વધારે હોય તેવા સંજોગોમાં ટેકા આપવા

Check Also
Close
Back to top button
error: Content is protected !!