DAHOD

સંજેલી તાલુકાના વાંસીયા ખાતે યોજાયેલી ગ્રામ સભામાં વિવિધ મુદ્દા ને લઈને ગ્રામજનોનો હોબાળો

તા.21.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

જિલ્લા કલેકટર ની અધ્યક્ષ સ્થાને 9 માસ અગાઉ મળેલી રાત્રિ સભાના થયેલા ઠરાવમાં એક પણ કામ થયું નથી.

સંજેલી તાલુકાના વાંસીયા ખાતે યોજાયેલી ગ્રામ સભામાં વિવિધ મુદ્દા ને લઈને ગ્રામજનોનો હોબાળો

નવીન ગોડાઉન બાંધકામના GST બિલો માંગતા ગરીબ ખેડૂતોમા નારાજગી જોવા મળી હતી.

વાંસિય ગ્રામ પંચાયતનું વિભાજન બાદ ચૂંટણી ન યોજતા ગ્રામજ નોમાં નારાજગી.

પ્રાથમિક શાળા,આરોગ્ય કેન્દ્ર જર્જરીત મકાન તોડી પાડવા, પાણી સમિતિ નવી બનાવવા, સરકારી દુકાનમાં જથ્થો આપી સ્લીપ આપવી આંગણવાડી પર પેવર બ્લોક સહિતના 20 જેટલા ઠરાવો કરવામાં આવ્યા.

 

સંજેલી તાલુકાના વાસિયા ખાતે યોજાયેલી ગ્રામ સભામાં ગ્રામ ગ્રામજનોની વિવિધ સમસ્યા અને મુશ્કેલીને લઈને ઉગ્ર હોબાળો તેમજ વાસિયા ગ્રામ પંચાયતનું વિભાજન બાદ ચૂંટણીના યોજાતા નારાજગી જિલ્લા કલેકટર ની અધ્યક્ષ સ્થાને 9 માસ અગાઉ મળેલી રાત્રિ સભાના થયેલા ઠરાવમાં એક પણ કામ થયું નથી.

સંજેલી તાલુકાના વાંસીયા વસવાડી ધામ ખાતે તાલુકા પશુપાલન અધિકારીની એન જી શેખ અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાય હતી વાસિયા ગ્રામ પંચાયતમાંથી નવીન 4 ગ્રામ પંચાયતનું વિભાજન બાદ હાલ આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગામના પડતી મુશ્કેલી અને સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્રહ રજૂઆતો કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રના જરજિત ઓરડા તોડી પાડવા તેમજ નવીન બાંધેલ બાંધકામમાં સમારકામ કરવા જળ યોજના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવા તેમજ પાણી સમિતિ બનાવવા સસ્તા અનાજની સંચાલકો દ્વારા પૂરતું અનાજ તેમજ સ્લીપ આપવામાં આવતી નથી વાસિયા ખાતે પશુ ચિકિત્સક હાજર રહેતા નથી આવી અનેક સમસ્યા અને મુશ્કેલી લઈને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી તેમજ નવ માસ અગાઉ જિલ્લા કલેકટર ની અધ્યક્ષ સ્થાને વાંસિયા ખાતે યોજાયેલી રાત્રિ સભામાં ચેકડેમ નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં ચોમાસાના પાણી ભરાતા હોવાથી ચેકડેમ ઊંડો કરવા તેમજ રસ્તા બણાવવા સહિતના થયેલા ઠરાવોના એક પણ કામ કરવામાં આવ્યા નથી. આવી અનેક સમસ્યા ની રજૂઆતો સાથે ગ્રામસભા પૂર્ણ કરવામાં આવી હતી અને તાત્કાલિક પાણી સમિતિ બણાવવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!