AHAVADANG

ડાંગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો માનવતાવાદી અભિગમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગના અકસ્માતગ્રસ્ત એક વિદ્યાર્થીને અપાઈ લહિયાની સેવા, તો અન્ય એક વિદ્યાર્થીને નીચે જમીન પર બેસી પરીક્ષા આપવાની સુગમતા કરી અપાઈ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-૨૦૨૩ની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન શિક્ષણ બોર્ડનો માનવતાવાદી અભિગમ નજરે પડ્યો છે.ગત તા.૧૪/૩/૨૦૨૩થી ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગાઢવીના ધોરણ-૧૨માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ને, ગત તા.૫/૩/૨૦૨૩ નાં રોજ ગંભીર માર્ગ અકસ્માત નડવા પામ્યો હતો. જેમાં બાગુલ રોહિતભાઈ શિવરામભાઈને જમણા હાથની તમામ આંગળીઓમાં, અને સાહરે મંયકભાઈ કમલેશભાઈને ઘુટણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જે પૈકી બાગુલ રોહિતનું સિવિલ હોસ્પિટલ, આહવા ખાતે આંગળીઓનું ઓપરેશન, અને સાહરે મંયકભાઈનું સિવિલ હોસ્પિટલ, વલસાડ ખાતે ઘુટણનું ઓપરેશન કરવામાં આવેલ છે.

હાલ બંને વિદ્યાર્થીઓની પરીસ્થિતિ એકંદર સારી છે. ત્યારે ગત તા.૧૫ માર્ચ નાં રોજ આ બન્ને વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતા, અને તેમના દ્વારા પરીક્ષા આપવાની ઈચ્છા દર્શાવતા, આ બાબતની રજૂઆત તેમના વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગાઢવીના આચાર્યશ્રીને કરવામાં આવી હતી.

આચાર્યશ્રી દ્વારા જરૂરી આધાર પુરાવા સાથે સદર બાબતની રજૂઆત, ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વી.ડી.દેશમુખ સમક્ષ કરાતા, આ રજૂઆત અંગે તાત્કાલિક ધોરણે અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તથા પરીક્ષા નિયામકશ્રી, ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ)ને તા.૧૫/૩/૨૦૨૩ નાં રોજ આ બાબતની ટેલીફોનીક જાણ કરાતા, અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તાત્કાલિક ધોરણે લહિયાની, અને ખાસ બેઠક વ્યવસ્થાની આ માંગણી સ્વીકારી, ઉચ્ચ અધિકારીઓએ માનવતાનો ઉમદા અભિગમ દાખવી, આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ટેલીફોનીક પરવાનગી આપી હતી.

હાલ આ બંને વિદ્યાર્થીઓ પોતપોતાના પરીક્ષા કેન્દ્રો ખાતે સુગમતા પૂર્વક પરીક્ષા આપી રહ્યા છે.

શિક્ષણ વિભાગમાં જ્યાં સુધી એક એક બાળકનાં ભવિષ્યની ચિંતા કરનાર, અને ત્વરિત નિર્ણય લેનારા અધિકારીઓ છે ત્યાં સુધી, ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું આ ઘટના પરથી સાબિત થવા પામ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!