GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સામાજિક સંસ્થા ‘ઉમીદ’ દ્વારા શાળા ગણવેશ વિતરણ, બાળકોના ચહેરા પર ખુશી

 

MORBI:મોરબી સામાજિક સંસ્થા ‘ઉમીદ’ દ્વારા શાળા ગણવેશ વિતરણ, બાળકોના ચહેરા પર ખુશી

 

મોરબી શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ‘ઉમીદ’ સંસ્થાએ શિક્ષણ પ્રત્યે પ્રેરણાદાયક પહેલ કરતા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શાળા ગણવેશનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી.

“શિક્ષણ એ માત્ર સારા ભવિષ્યનો માર્ગ નથી, પરંતુ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે” — આ વિચારને સાકાર કરવા સંસ્થાએ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ બાળકોને શાળા ગણવેશ આપવામાં આવ્યા હતા.

સંસ્થાના સ્થાપક શ્રીમતી નીતુ શર્માએ જણાવ્યું હતું કે શાળા ગણવેશ માત્ર કપડાં નથી, પરંતુ તે બાળકોમાં સમાનતા, શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સંસ્થાનું ધ્યેય માત્ર સહાય પૂરી પાડવાનું નથી, પરંતુ આર્થિક અછતને કારણે અટકી ગયેલા બાળકોના સપનાઓને સાકાર બનાવવાનું છે.

આ કાર્યક્રમ દ્વારા ઘણા બાળકોને નવી આશા મળી છે અને તેઓ હવે વધુ ઉત્સાહ સાથે શિક્ષણ તરફ આગળ વધશે
આ કાર્યક્રમ મા જ્યોતિ શર્મા અને શિખા જૈન પણ હાજર રહ્યા હતા

Check Also
Close
Back to top button
error: Content is protected !!