AHAVADANG

ઉત્તર ડાંગ વન વિભાગે મિશન લાઈફ -૨૦૨૩ અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલી યોજી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
મિશન લાઇફ -૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩ થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે. આ કાર્યક્રમથી પર્યાવરણલક્ષી  અવેરનેસ ફેલાઈ તે હેતુથી આહવા તાલુકા ખાતે બોરખેત ટીમ્બર ડેપો થી આહવા ફુવારા સર્કલ સુધી સાયકલ રેલીનુ આયોજન કરવામા આવેલ હતુ.સાયકલ રેલીની શરૂઆત પહેલા મિશન લાઈફ અંગેની પ્રતિજ્ઞા લઈ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના વરદ્ હસ્તે  લીલી ઝંડી આપી કરવામા આવી હતી. આ રેલીમા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના અધ્યક્ષ શ્રીમતી નિલમબેન ચોધરી, આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી હરિરામભાઈ સાવંત, ઉત્તર વિભાગ નાયબ વન સંરક્ષકશ્રી શ્રી ડી.એન.રબારી  તેમજ ૧૫૦ જેટલા વન કર્મીઓ જોડાયા હતા.

મિશન લાઇફ પ્રોજેક્ટ  માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામા આવેલ છે. જેનો મુખ્ય હેતુ  ” (Lifestyle for Environment) LiFE એટલે એવી જીવન શૈલી જીવવાની પ્રરેણા આપે છે, જે આપણી પૃથ્વીને સુસંગત હોય અને પૃથ્વી- પર્યાવરણને નુકશાન ન પહોંચાડે ”

મિશન લાઇફ અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલ સહભાગી વન વ્યવસ્થા સમિતીઓમા પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, ઈકો ટૂરીઝમ સાઈટે પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, વન વિસ્તારમાં ચેકડેમ/વનતલાવડીની કામગીરી, ભુમિ અને ભેજ સંરક્ષણના કામો, સાંકેતિક વાવેતરો  જેવી વગેરે કામગીરીઓ કરવામા આવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!