BANASKANTHAPALANPUR

પરિમલ વિધાલય પૂજપુર ખાતે ધોરણ ૧૦ અને ૧૨ નો શુભેચ્છા સમારોહ યોજાયો

11 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શાહીન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત પરિમલ વિદ્યાલય પુંજપૂર ખાતે ગુરુવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નૂરમહંમદકાકા ની વરણી કરવામાં આવી હતી. સૌપ્રથમ વિદાય આપનાર ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ વિદાય લેનાર બાળકોને સફળતા મળે તેવી શુભેચ્છાઓ આપી હતી. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પોતાના શાળાકીય જીવનના દિવસોની યાદો વાગોળી હતી તેમજ શાળાને ગૌરવ અપાવશે તેવી ખાતરી આપી હતી. વિદ્યાર્થીઓના પ્રતિભાવો બાદ શાળાના સિનિયર શિક્ષકશ્રી એ.ટી.શેરા સાહેબે બાળકોને જીવનમાં સફળતા માટે સખત પરિશ્રમ કરવો પડશે અને સતત વાંચન અને પદ્ધતિસર મહેનત કરવાથી ચોક્કસ ધાર્યુ પરિણામ મેળવી શકાય છે તેની સુંદર માહિતી આપી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી હબીબ ભાઈ સાહેબે વિદ્યાર્થીઓની શિસ્ત, સંયમ અને ધગશથી શાળાકીય જીવનમાં સફળતાના શિખરો સર કરી શકાય છે તેની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે નૂરમહમ્મદકાકાએ પોતાની વ્યવહારિક વાતોથી વિદ્યાર્થીઓની જીવનમાં મુશ્કેલીઓ વચ્ચેથી માર્ગ કાઢીને સફળતા કેવી રીતે મેળવી શકાય તેની સુંદર માહિતી આપી હતી,અને બાળકોને જીવનમાં સફળતા મળે તેવા આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં તમામ શિક્ષક ગણના સહયોગથી સુંદર વાતાવરણમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ માટે આઈસ્ક્રીમ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનો સંચાલન શાળાના શિક્ષકશ્રી દિલીપભાઈ પટેલે કર્યું હતું. અંત માં આ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય શ્રી હબીબ ભાઈ સરે તમામ શિક્ષક મિત્રો ને અભિનંદન આપ્યા હતા..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!